રૂા.૧૦ના સિકકાને દેશ નિકાલ કરવાનો છે?

February 22, 2017 at 5:35 pm


ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘ઉતર્યેા અમલદાર કોડીનો’ એટલે કે, ખુરશી છૂટી ગયા બાદ ગમે એવા મોટામાથા જેવા અધિકારીની પણ કોઈ વેલ્યુ પછી રહેતી નથી પરંતુ રૂા.૧૦ના સિકકાની વાત કરવી હોય તો આ કહેવતને સુલટાવવી પડે એવું છે અને એમ કહેવું પડશે કે, ‘ઘોડે ચડેલો અમલદાર કોડીનો’ ધેટ મીન્સ કે જે સિકકો હજુ ચલણમાં છે તેની કોઈ વેલ્યુ હવે આ શહેરમાં રહી નથી. આવી કરૂણ હાલત ખરેખર કોઈની થઈ નથી.

વેપારીઓ તેને અપનાવતા નથી, બેંકો તેને સ્વીકારતી નથી, પોલીસથી લઈને કલેકટર તત્રં વાહક સુધીના કોઈ આ ફરિયાદને સાંભળતા નથી. રૂા.૧૦નો સિકકો લઈને ફરતા ગરીબો અને નાના મજુરોની વાત કોઈ સાંભળતું નથી. રૂા.૧૦નો સિકકો એક એવો વિધૂર બની ગયો છે જેની આંગળી જાલવા કોઈ તૈયાર નથી ! આમ તો આ ખેલ આપણા શહેરમાં ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને ઠેકઠેકાણે દુકાનો પર તેમજ રેંકડીઓ પર રૂા.૧૦ના સિકકાને લીધે જે માથાકુટની વારદાતો વારંવાર ઘટી રહી છે. બેંકોમાં જઈને લોકો કરગરે છે કે અમારા રૂા.૧૦ના સિકકા તમે લઈ લો કારણ કે, વેપારીઓ અને રેંકડીવાળાઓ લેતા નથી ત્યારે બેંકમાંથી એવો જવાબ મળે છે કે, અમારી બેંક રૂા.૧૦ના સિકકાનું ગોદામ નથી ! પોલીસ ખાતામાં પણ અનેકવાર આ માટેની અરજીઓ થઈ છે. જો કે, પોલીસનું તો આ કાર્યક્ષેત્ર નથી અને તે તો માત્ર બીજા તંત્રને ભલામણ જ કરી શકે છે પરંતુ જયારે માથાકુટ થાય છે ત્યારે લોકો પોલીસ સુધી પણ પહોંચી જાય છે છતાં એકબીજા અધિકારીઓ કે એકબીજા તંત્રવાહકો આ સમસ્યાને ઉકેલવા માટે નિર્ણાયક કો–ઓર્ડીનેશન કરતા નથી અને નાના માણસોની આ મોટી સમસ્યા ધ્યાન પર લેતા નથી તે ખરેખર દુ:ખદાયક છે અને આર્યજનક પણ છે. સૌથી વધુ હેરાનગતિ ગૃહીણીઓને થઈ રહી છે કારણ કે, શાક માર્કેટથી લઈને ફ્રુટ માર્કેટ સુધી અને અન્ય રીટેઈલ ચીજવસ્તુઓ લેવા માટે જયારે ગૃહીણીઓ જાય છે ત્યારે એમની પાસેથી રૂા.૧૦ના સિકકા કોઈ સ્વીકારતું નથી. આ ત્રાસ છેલ્લા ઘણા સમયથી જેમનો તેમ જ રહ્યો છે અને રાજકોટની જાણીતી સંસ્થાઓ પણ અકળ મૌન સેવીને બેઠી છે અને એમને પણ આ પ્રોબ્લેમ સુલઝાવવામાં કોઈ રસ પડતો નથી તે વધુ આઘાતજનક બાબત છે. હવે આ ખેલ સમા થવો જોઈએ. દરેક શોનો અતં આવે છે તેમ આ ખેલનો અતં લાવવા માટે તત્રં વાહકોએ આખરી ખેલ નાખી દેવાની જરૂર છે. વીશ યુ બેસ્ટ ઓફ લક…

print

Comments

comments

VOTING POLL