રૂા.6.24 લાખની લૂંટમાં પોલીસને મહત્વની કડી મળી

May 16, 2018 at 4:25 pm


ગાેંડલ રોડ પર બોમ્બે હોટલ નજીક હ્યુન્ડાઈ શો-રૂમના કર્મચારીને આંતરી તેની આંખમાં મરચું છાંટીને રૂા.6.24 લાખની રોકડ લૂંટી ગયેલા શખસોને શોધવા પોલીસ તપાસ જારી છે ત્યારે આ પ્રકરણમાં પોલીસને મહત્વની કડી પણ મળી આવી હોવાનું જણાઈ આવ્યું છે. જેના આધારે પોલીસની વિવિધ ટીમો જુદી જુદી દિશામાં દોડી ગઈ છે.

હ્યુન્ડાઈ શો-રૂમમાં નોકરી કરતો અને મહેશ્વરી સોસાયટીમાં રહેતો દિલીપ શાંતીભાઈ ચૌહાણ ઉ.વ.23 ગઈકાલે બપોરે રૂા.6.24 લાખની રોકડ તથા 8 ચેક થેલામાં મુકી આ થેલો બાઈકની આગળ બે પગ વચ્ચે રાખી યાજ્ઞીક રોડ એચડીએફસીની મેઈન બ્રાંચે જતો હતો ત્યારે લૂંટનો બનાવ બન્યાે હતો. બોમ્બે હોટલ ડીલક્ષ પાનની સામે તે પહાેંચ્યો એ સાથે જ પાતળા બાંધાના બે શખસોએ એકટીવા આડુ રાખી તેને અટકાવ્યો હતોપાછળ બેઠેલા શખસે તેને ફડાકા મારીને આંખમાં મરચું છાંટયું હતું અને બન્ને શખસો રોકડ ભરેલો થેલો લૂંટીને નાસી છૂટયા હતા.

આ પ્રકરણ અંગે એ-ડીવીઝનના પીઆઈ વી.વી.આેડેદરા તેમજ સ્ટાફના લોકો ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ, ભોગ બનનારનું નિવેદન તેમજ બાતમીદારોની મદદથી પોલીસને લૂંટના ઉકેલની દિશામાં મહત્વની કડી મળી છે. એ દિશા તરફ પોલીસની જુદી જુદી ટીમો રવાના થઈ ચુકી છે. લૂંટનો ભેદ નજીકના સમયમાં ઉકેલાઈ જશે એવી પોલીસે આશા દશાર્વી હતી.

print

Comments

comments

VOTING POLL