રૂ.10ના સિકકાઓને વિધૂર બનાવનારા તત્વોને ડબ્બે પૂરો

February 8, 2017 at 8:21 pm


આપણા દેશમાં લોકશાહીવાદી શાસન વ્યવસ્થા છે અને આ વ્યવસ્થાને ઓપરેટ કરવા માટે અને નિયંત્રીત કરવા માટે કાયદાની વ્યવસ્થા છે પરંતુ દેશમાં નોટબંધી જાહેર થયા બાદ બેંકોએ પોતાની રીતે ડીકટેટરશીપ અપનાવી લીધી હતી અને બેંકોએ પોતાને મનમાં આવે એ રીતે કામગીરી કરી હતી. આરબીઆઈની કે સરકારની પરવા કર્યા વગર બેંકોએ આપખુદ રીતે ઘરના નિયમો અપનાવી લીધા હતા અને તેની સામે ફકત પ્રજાજનો જ નહીં બલ્કે ખુદ સરકારે દાંડીયો પછાડયો હતો અને વોનિગ આપીને બેંકના અનેક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દીધા હતા. રૂા.૧૦ની કિંમતના ચલણી સિકકાને લીધે ફરીવાર બેંકોની આડોડાઈ અને અન્ય સરકારી તંત્રની લાપરવાહી ચર્ચામાં આવી છે અને ૧૦ના સિકકા સ્વીકારવાનો ઈનકાર વેપારીઓ પણ કરી રહ્યા છે અને બેંકો પણ સ્વીકારતી નથી. પરિણામે સામાન્યજન એટલે કે, મજુરો, શ્રમીકો, વિધાર્થીઓ, ગૃહીણીઓ ભારે મુશીબતમાં મુકાઈ છે. કલેકટર તત્રં દ્રારા એવી ચોખવટ થઈ ચુકી છે કે, રૂા.૧૦ના ચલણી સિકકા ચલણમાં છે જ. આરબીઆઈએ પણ રૂા.૧૦ના સિકકા ચલણમાં યથાવત રાખ્યા છે. તો પછી બેંકો કઈ સત્તા મુજબ રૂા.૧૦ના ચલણી સિકકા સ્વીકારવાનો ઈનકાર કરે છે ? આ ખેલ શહેરમાં છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહ્યો છે. જે સરકારી તંત્રને જે મનમાં આવે તેમ વર્તે છે અને તેની તમામ પીડા શહેરીજનોને ભોગવવાની હોય છે. જો બેંકો જ ખુદ રૂા.૧૦ના સિકકા સ્વીકારવાનો ઈનકાર કરે તો શહેરમાં આ મેસેજ વાયુવેગે ફેલાઈ છે અને વેપારીઓ વધુ દાદાગીરી કરીને રૂા.૧૦ના સિકકા સ્વીકારતા નથી. બેંકોની આવી ખુલ્લી ટપોરીગીરી સામે વધુ કડક અને આક્રમક પગલાની જરૂર છે. અત્યાર સુધી લોકો પીડા ભોગવી રહ્યા છે છતાં જવાબદારોએ કોઈ કડક પગલા લીધા નથી. સામાન્ય જનની મુશ્કેલી વધી રહી છે અને વેપારીઓની હિંમત વધી રહી છે કારણ કે, બેંકો પણ એમની સાથે જોડાઈ ગઈ છે.

પબ્લીકને મેકસીમમ તકલીફ થાય તેવા કામ કરવા માટે સરકારી તંત્રો જાણીતા છે. પબ્લીકને ત્રાસ આપવામાં કદાચ એમને શેમ્પેઈન કરતા વધુ નશો અને સ્વાદ લાગતા હશે ? પરંતુ આ પ્રથા ઘાતક છે, જનતા વિરોધી છે, પબ્લીક સાથે ગદ્દારી છે અને કાયદાની છડેચોક હાંસી ઉડાવતી એક અધમ પ્રકારની હરકત છે. પબ્લીક વતી બોલવા માટે કોઈ નેતો કે નેતી પડમાં આવતા નથી. અમિતાભના ટાંગા જેવડા લાંબા નિવેદનો કરવા માટે જાણીતા જનતાના સેવકો જાણી જોઈને આખં આડા કાન કરીને બેસી ગયા છે. પબ્લીકની મશ્કરી હવે બધં કરવી જોઈએ તેવી આક્રમક સુચના સૌને આપી દેવાની જરૂર છે. રૂા.૧૦ના સિકકા ચલણમાં હોવા છતાં તેનો અસ્વીકાર કરવાથી રાષ્ટ્ર્રદ્રોહ થાય છે કે નહીં ? મિ. કલેકટર આ બાબતમાં થોડા વધુ ગંભીર થાય તો આ સમસ્યા ઉકલી શકે એમ છે.

print

Comments

comments

VOTING POLL