રેડી સ્ટેડી ગોઃ કાલે ‘સાઇકલોફન’, 1300 સાઇકલવીરો ભાગ લેશે

January 12, 2019 at 3:36 pm


રોટરી મીડટાઉન લાઈબ્રેરી અને કોર્પોરેશન દ્વારા તથા રાજકોટ સાયકલ ક્લબ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી કાલે ‘રોલેક્સ સાયકલોફન-2019’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ રેલીમાં ભાગ લેવા માટે રાજકોટ જ નહી બલ્કે સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત સીરિયા, બાંગ્લાદેશ સહિતના દેશોના સાયકલપ્રેમીઆે મળી 1300 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કાલે સવારે 5ઃ30 વાગ્યે બાલભવન ખાતેથી સાયકલ રેલીને ફ્લેગ આેફ આપવામાં આવશે. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઆે ઉપિસ્થત રહેનાર છે. 1300 જેટલા સાયકલપ્રેમીઆે રાજકોટને આ રેલી થકી સ્વચ્છતા અને તંદુરસ્તીનો એક ઉમદા મેસેજ પણ આપશે. રેલીમાં 16થી 78 વર્ષના મહિલા-પુરુષ સાયકલપ્રેમીઆેએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ માટે તૈયારીઆેને આખરી આેપ આપવામાં આવી રહ્યાે છે. આમ કાલે વહેલી સવારે ગુલાબી ઠંડીની વચ્ચે રાજકોટના માર્ગો પર સાયકલો સડસડાટ દોડશે. રજિસ્ટ્રેશન કરાવનાર સાયકલપ્રેમીઆેને કિટ પણ આપી દેવામાં આવી છે.
આ રેલીમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, ધ્રાેલ, ગાેંડલ, જામનગર, ખરેડી, માંડવી, મોરબી, વેરાવળ સહિતના શહેરો અને ગામોમાંથી સાયકલપ્રેમીઆે ભાગ લેશે.
આયોજકોના જણાવ્યા અનુસાર આ કોઈ રેસ નથી કે જેમાં પ્રથમ, દ્વિતીય કે તૃતિય આવનારને જ ઈનામ એનાયત કરવામાં આવશે. ‘રોલેક્સ સાયકલોફન’ એ એક ટાઈમ ટ્રાયલ ઈવેન્ટ છે જેમાં ઈનામો માત્ર લક્કી ડ્રાે દ્વારા જ જાહેર કરવામાં આવશે. આ રાઈડમાં ભાગ લેનારા લોકો માટે સમયમર્યાદા પણ નિર્ધારિત કરવામાં આવી છે જે મુજબ 75 કિ.મી.રાઈડમાં ભાગ લેનાર રાઈડરોનો ફ્લેગ આેફ સમય સવારે 5ઃ30 કલાકથી 4 કલાકમાં પૂર્ણ કરવાની રહેશે. આવી જ રીતે 50 કિ.મી. રાઈડમાં ભાગ લેનાર રાઈડરોનો ફ્લેગ આેફ સમય સવારે 6ઃ15 કલાકે શરુ થશે જે ત્રણ કલાકમાં પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત 25 કિ.મી. રાઈડમાં ભાગ લેનાર તમામ રાઈડરોએ કિટમાં સાથે આપેલ નકશામાં રુટ પર જ રાઈડ કરવી ફરજિયાત છે. બીજા કોઈ પણ રુટ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરી હશે તો તે ગેરલાયક ગણાશે. આ સાથે દરેક રાઈડરે નકશામાં દશાર્વેલ નિયત કરેલા ચેક પોઈન્ટસ પર સ્ટેમ્પીગ કરાવવું ફરજિયાત છે. પ્રારંભીક અને અંતિમ મળીને કુલ 25 કિ.મી. રાઈડરોએ બે સ્ટેમ્પીગ, 50 અને 75 કિ.મી. રાઈડરોએ ત્રણ સ્ટેમ્પીગ દરેક રાઈડર કાર્ડમાં હોવા ફરજિયાત છે. એક પણ સ્ટેિમ્પંગ ચુકાશે તો તે રાઈડર ગેરલાયક ગણાશે. લક્કી ડ્રાે અને મેડલ માટે દરેક રાઈડરે નિર્ધારિત કરેલ સમય અને નિર્ધારિત કરેલા રુટ પર રાઈડ પૂર્ણ કરવાની રહેશે અને અંતિમ સ્ટેમ્પીગ પછી રાઈડર કાર્ડ આયોજકોને લક્કી ડ્રાે માટે સાેંપવાનું રહેશે. કોઈ રાઈડરનું કાર્ડ ખોવાઈ ગયું હશે અથવા તેના પર એક સ્ટેમ્પીગ બાકી હશે તો તેને લક્કી ડ્રાેમાં ભાગ લેવા દેવામાં આવશે નહી. દરેક રાઈડરે આખી રાઈડ સ્વબળે જ પૂરી કરવાની રહેશે. બીજા કોઈ પણ પ્રકારના વાહનનો ઉપયોગ કરી શકશે નહી. રાઈડ દરમિયાન રાઈડરે ટ્રાફિકના દરેક નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. કોઈ પણ પ્રકારની દૂર્ઘટના કે અકસ્માત માટે આયોજકો જવાબદાર નથી. રાઈડર કાર્ડમાં રાઈડ શરુ કર્યા પહેલાં ફ્લેગ આેફ પોઈન્ટ પર સ્ટેિમ્પંગ કરાવવું ફરજિયાત રહેશે. કોઈ પણ સંજોગોમાં આયોજકોનો નિર્ણય અંતિમ રહેશે અને તમામ રાઈડરો તેના માટે બંધનકતાર્ રહેશે. ‘સાઈકલોફન-2019’માં ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફી ક્લબ-રાજકોટ જહેમત ઉઠાવી રહ્યું છે. રાજકોટમાં સાયકલ યુગનો પ્રારંભ કરનાર સાયકલ કલબના તમામ સભ્યોએ આ રેલીમાં ભાગ લેનાર દરેક સાયકલપ્રેમીનો આભાર વ્યક્ત કર્યો છે.

print

Comments

comments

VOTING POLL