રેલનગરનો કુખ્યાત બુટલેગર પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો

October 6, 2017 at 4:51 pm


તાજેતરમાં લાતીપ્લોટ ખાતે વિદેશી દાના માતબર જથ્થા સાથે પકડાયેલા રેલનગરના નામચીન બુટલેગર સામે કડક કાર્યવાહી કરતા પોલીસે પાસા હેઠળ તેને સુરત જેલમાં ધકેલી દીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.24-9ના રોજ રાત્રે લાતીપ્લોટ શેરી નં.11, કુવાડવા રોડ પાસે મિનિ ટ્રકમાં વિદેશી દાની 150 બોટલ તથા બિયરના 120 ટીમ લઈ જતાં દાઉદ મહમદ પટેલ (ઘાંચી) ઉ.વ.32ને પકડવામાં આવ્યો હતો. રેલનગર સોસાયટીમાં મુખ્યમંત્રી આવાસ યોજના કવાર્ટર્સમાં રહેતા દાઉદ પટેલ વિધ્ધ પાસા હેઠળ પગલાં લેવા કરવામાં આવેલી દરખાસ્તને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મંજૂર કરીને વોરન્ટ ઈસ્યુ કર્યુ હતું. બી ડીવીજન પોલીસના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર.મુછાળ એએસઆઈ એમ.ડી.ગોસ્વામી, કોન્સ્ટેબલ અજીતભાઈ, મહેશભાઈ મંઢ, નિશાંત પરમાર, મહેશ ચાવડા, દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા બુટલેગર દાઉદ પટેલને ગત રાત્રે જ પકડી લેવામાં આવ્યો હતો બાદમાં તેને સુરત જેલ ખાતે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL