રેલનગર અન્ડરબ્રિજ મેઘવિરામના 48 કલાક બાદ હજુ પણ બંધ

July 17, 2017 at 4:19 pm


રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.3માં આવેલો અને હજુ ત્રણ મહિના પૂર્વે જ લોકાર્પણ કરાયેલો રેલનગર અન્ડરબ્રિજ મેઘવિરામના 48 કલાક બાદ હજુ પણ બંધ રહેતાં રેલનગર અને પોપટપરા વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ા.27 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ વરસાદની મોસમમાં સ્વિમિંગ પુલ સમાન બની ગયો છે. અત્યંત આશ્ર્ચર્યજનક બાબત તો એ છે કે મેઘવિરામના 48 કલાક બાદ હજુ પણ બ્રિજમાંથી પાણી ઓસયર્િ નથી અને લોકો ત્યાંથી પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી.
દરમિયાન મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આ અંગે જણાવ્યું હતું કે ઈજનેરોની ટીમને કામે લગાડવામાં આવી છે અને પમ્પીંગ મશીનરી મુકવામાં આવી છે. વહેલી તકે પાણી દૂર કરીને બ્રિજને ફરી લોકો ઉપયોગ કરી શકે તેવો બનાવવાની કાર્યવાહી ગતિશીલ છે.

print

Comments

comments

VOTING POLL