રેલનગર-સિંદુરિયા ખાણ વિસ્તારમાં ડિમોલિશન: ઝૂંપડપટ્ટીનો સફાયો

April 21, 2017 at 3:07 pm


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે સવારે મેગા ડિમોલિશન હાથ ધરી ટીપી સ્કીમના રિઝર્વેશનના પ્લોટમાં થયેલા ગેરકાયદે બાંધકામો અને ઝુંપડપટ્ટીના દબાણોનો સફાયો કરી નાખવામાં આવ્યો હતો. રેલનગરમાં ટીપી પ્લોટમાંથી ગેરકાયદે બાંધકામ અને કોઠારિયા રોડ પર સિંદુરીયા ખાણ વિસ્તારમાંથી ઝુંપડપટ્ટી દૂર કરાઈ હતી.

વિશેષમાં આ અંગે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં સંતોષીનગર ફાટકની સામે ટીપી સ્કીમ નં.23-રાજકોટ (આખરી)ના ફાઈનલ પ્લોટ નં.4/એ, એસઈડબલ્યુએસ હેતુના અનામત પ્લોટમાં ચકુભાઈ બચુભાઈ ગગજી દ્વારા 150 ચો.મી.જમીનમાં કરાયેલું પ્લીન્થ લેવલ સુધીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં.17માં કોઠારિયા રોડ પર સિંદુરીયા ખાણ વિસ્તારમાં ટીપી સ્કીમ નં.5-રાજકોટ (આખરી)ના ફાઈનલ પ્લોટ નં.52માં ગેરકાયદે દબાણ કરી ઉભા કરાયેલા 85 જેટલા ઝુંપડાઓનું દબાણ દૂર કરી 2000 ચો.મી.જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
ઉપરોક્ત ડિમોલિશન વેળાએ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં. જો કે વિજિલન્સ પોલીસ અને એસઆરપીના ચુસ્ત બંદોબસ્તના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને શાંતિપૂર્વક ડિમોલિશન સંપન્ન થયું હતું. ડિમોલિશન કાર્યવાહીમાં એટીપી કુંતેશ મહેતા, એ.જે.પરસાણા, એસ.એસ.ગુપ્તા, વી.સી.મુંધવા, આર.ડી.પ્રજાપતિ, પી.ડી.અઢીયા, આર.એન.મકવાણા તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર હાર્દિક વ્યાસ, વિજય બાબરીયા, ઋષિ ચૌહાણ, હર્ષલ દોશી, વી.ડી.સિંધવ, એડિશનલ આસિ.ઈજનેર દિલીપ પંડયા, તુષાર લીંબડીયા, ગૌતમ ફફલ, એસ.એફ.કડિયા, ચંદ્રેશ પંડિત, વર્ક આસિ.ઉદય ટાંક, નિલકંઠ રુદ્ર ચાવડા, રવિ ટાંક, અભય ધોરા, સર્વેયર નિરવ વાણીયા, કપિલ જોષી તથા અન્ય ટીપી સ્ટાફ જોડાયો હતો. આ ઉપરાંત રોશની શાખા તેમજ બાંધકામ શાખાનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. વિજિલન્સ પીએસઆઈ જાડેજા અને જમાદાર શામજીભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે બંદોબસ્ત જાળવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL