રેલવે સ્ટેશનમાં પે એન્ડ યુઝ કોન્ટ્રાકટર, ફૂડ પ્લાઝા સંચાલક દંડાયા

July 17, 2017 at 3:55 pm


રાજકોટ રેલવે સ્ટેશન ખાતે આજે પેસેન્જર્સ એમેનિટીઝ કમિટીના બે સદસ્યો મહમદ ઈરફાન અહેમદ અને નાગેશ નામજોશીએ કરેલા ઈન્સ્પેકશન દરમિયાન ફુડ પ્લાઝાના કીચનમાં અને પે એન્ડ યુઝ ટોઈલેટમાં બેદરકારી નજરે પડતા બન્નેના સંચાલકોને ા.11 હજાર અને 21 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તકે કમિટી સભ્યોએ રાજકોટના રેલવે સ્ટેશનમાં 10 ટકા જેટલી ખામીઓ નજરે આવતા તે અંગે સિનિયર ડીસીએમ સહિતના સંબંધીત અધિકારીઓને સુચના આપી હોવાનું જણાવ્યું હતું.

આજે રાજકોટ રેલવે સ્ટેશનના ઈન્સ્પેકશન માટે આવી પહોંચેલા રેલવે બોર્ડની પેસેન્જર્સ એમેનિટીઝ કમીટીના સદસ્યો મહમદ ઈરફાન અને નાગેશ નામજોશીએ રેલવે સ્ટેશનમાં પ્લેટફોમ્સ, ટીકીટ બુકીંગ રિઝર્વેશન વિભાગ, પે એન્ડ યુઝ ટોઈલેટ, વેઈટીંગ મ, પીવાના પાણીના સ્ટેન્ડ, લગેજ વિભાગ, ફુડ પ્લાઝાના કીચન સહિત અનેક જગ્યાએ ઈન્સ્પેકશન કરેલ જેમાં સાથે ડીઆરયુ સીસી મેમ્બર અને ભાજપ અગ્રણી દિનેશભાઈ કારીયા તેમજ હરીકૃષ્ણ જોષી પણ જોડાયા હતાં. જેમાં ફુડ પ્લાઝામાં ચેકિંગ દરમિયાન કીચનમાં ગેસ સીલીન્ડર જોખમી રીતે રાખેલું હોય વાસ્તવમાં અલગ રાખવાનું હોવાની સુચના આપીને તેમના સંચાલકને ા.11 હજારનો દંડ તથા પે એન્ડ યુઝના ટોઈલેટમાં ચેકીંગ સમયે સાફસફાઈ બરાબર ન હોવાથી તેમના સંચાલકોને પણ ા.21 હજારની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. આ તકે બન્ને સભ્યોએ જણાવ્યું હતું કે, હાલની સરકાર દ્વારા સ્વચ્છ ભારતના અભિયાનને અનુલક્ષીને પેસેન્જર્સ એમેનિટીઝ સમિતિને ગ્રાઉન્ડ ઝીરો ઉપરની વાસ્તવિકતા જોઈ તપાસીને ખાસ પગલા લેવાની સુચના આપવામાં આવતા આ કમિટીના બે સભ્યોએ રાજકોટ રેલવે સ્ટેશનમાં અલગ અલગ વિભાગોનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું જેમાં પ્લેટફોર્મ વગેરેની સ્વચ્છતા સંતોષજનક જોવા મળી હતી. પરંતુ પ્લેટફોર્મ નં.4 અને 5માં આસપાસના વિસ્તારમાંથી બદબુ આવતી હોવાનું જણાતા આ બાબતે સંબંધીતો ખાસ સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ફુટ ઓવર બ્રિજ પાસે છાપરા વિનાની ખુલ્લી જગ્યાને ઢાંકી દેવા તેમજ પીવાના પાણીના નળ સ્ટેન્ડ ઉપર ખાસ સ્વચ્છતા જાળવવાની સંબંધીતોને સુચના આપવામાં આવી હતી. રાજકોટ રેલવે સ્ટેશનમાં એસ્કેલેટર અગાઉ મંજુર થઈ ગયા છે. તેના ટેન્ડરની કાર્યવાહી પણ પુરી થઈ ગઈ છે. હવે ટુંક સમયમાં કામકાજ શ થશે. આ ઉપરાંત હાલના સીસીટીવી કેમેરા જુના થઈ ગયા હોય તેની જગ્યાએ 40 જેટલા હાઈ ડેફિનેશન વીથ મુવમેન્ટ અતિ આધુનિક અને લેટેસ્ટ કેમેરા ગોઠવવામાં આવનાર છે. જેથી સમગ્ર સ્ટેશન ઉપર યાત્રીઓની સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત જે તે સમયે ઈન્સ્પેકશનમાં પણ સુગમતા રહેશે.

print

Comments

comments

VOTING POLL