રેસકોર્સમાં જિનિયસ ગ્રુપ દ્રારા તા.૨૧થી ૨૩ પૂજારા યુથ ફિયેસ્ટા

April 16, 2018 at 3:30 pm


રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે યોજાયેલી પત્રકાર પરિષદ અંતર્ગત રેસકોર્સમાં આગામી તા.21થી 23 દરમિયાન જીનિયસ ગ્રુપ દ્વારા મહાપાલિકા અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી પુજારા યુથ ફિએસ્ટા યોજાનાર હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ફિએસ્ટા અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતાએ કાર્યક્રમની વિગતો જાહેર કરી હતી.

વિશેષમાં પત્રકાર પરિષદ અંતર્ગત જિનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ આેફ ઈિન્સ્ટટયુશન્સ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી યુથ ફિએસ્ટા પ્રદર્શન વિવિધ વિષયો પર રજૂ કરવામાં આવે છે. રાજકોટ મેરેથોનની અપ્રતિમ સફળતા બાદ આ વર્ષે વૈવિધ્યસભર અને અનોખા પુજારા યુથ ફીએસ્ટા પ્રદર્શનમાં રાજકોટ મહાનગરપાલિકા અને સુરક્ષા સેતુ પણ જીનિયસ ગ્રુપ આેફ ઈિન્સ્ટટયુશન્સ સાથે જોડાયા છે. આ વર્ષની થીમ રાજકોટ 2050-એ વિઝનરી એક્ઝિબીશન રખાઈ છે જેમાં ભવિષ્યનું રાજકોટ કેવું હશે અથવા તો યુવા વિદ્યાર્થીઆેની દૃિષ્ટએ 2050ની સાલનું રાજકોટ કેવું હોવું જોઈએ તે માટે તેમના દ્વારા 16 જેટલા વિષયોને આવરી લઈ 200થી વધુ પ્રાેજેક્ટસ બનાવી અહી પ્રદશિર્ત કરાશે. આ પ્રદર્શન લોકો વિનામૂલ્યે નિહાળી શકશે. ઉનાળાને ધ્યાનમાં લઈ પ્રદર્શનનો સમય દરરોજ સાંજે 5થી 9 સુધીનો રખાયો છે અને 9થી 11 વાગ્યા દરમિયાન બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું કે જીનિયસ ગ્રુપ આેફ ઈિન્સ્ટટયુશન્સની જીનિયસ Iગ્લીશ મીડિયમ સ્કૂલ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ગાડ} વિદ્યાપીઠની એન્જિનિયરિગ, એમબીએ, એમસીએ, આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોના પ્રિ-પાઈમરીથી પીજી સુધીનો અભ્યાસ કરતાં 5000થી વધુ વિદ્યાર્થીઆે અને સંસ્થાના પ્રાદ્યાપકો આ એક્ઝિબીશન માટે છેલ્લા એક મહિનાથી તૈયારીઆે કરી રહ્યા છે અને પ્રદર્શનને લગતી કોઈને કોઈ પ્રવૃિત્તઆેમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ પ્રદર્શનમાં જીનિયસ ગ્રુપની આ બધી શૈક્ષણિક સંસ્થાઆે ઉપરાંત રાજકોટ કલેક્ટર આેફિસ, ઈસરો, રાજકોટ સ્માર્ટ સિટી અને રાજકોટ પોલીસ દ્વારા વિવિધ પ્રાેજેક્ટસ રજૂ કરાશે. આ પ્રદર્શનમાં દેશની સર્વોચ્ચ સ્પેસ રિસર્ચ આેર્ગેનાઈઝેશન-ઈશરો પણ ખાસ તેમના પ્રાેજેક્ટસ રજૂ કરશે અને તા.21ના નેવિક (ઈન્ડિયન રિજિયોનલ નેવીગેશન સિસ્ટમ) વિષયક સેમિનાર પણ કરશે. આ ઉપરાંત રાજકોટ કલેક્ટર આેફિસર દ્વારા રેસકોર્સ-2, નવું એરપોર્ટ અને ઈશ્વરીયા પાર્ક ખાતે સાયન્સ સિટી જેવા પ્રાેજેક્ટસ રજૂ થશે જ્યારે રાજકોટ પોલીસ દ્વારા આઈ-વે, હેમ અને સાઈબર સિક્યુરિટી પરના પ્રાેજેક્ટસ રજૂ કરાશે. સ્માર્ટ સિટી દ્વારા પણ વિવિધ ãયુચરિસ્ટીક પ્રાેજેક્ટસ રજૂ થનાર છે તેમજ આ એક્ઝિબીશનમાં ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ભવિષ્યના રાજકોટને લઈને પ્રાેજેક્ટસ રજૂ કરાશે જેમાં અરમાનીયા કંપની તેમના પ્રાેજેક્ટસ રજૂ કરશે.

પત્રકાર પરિષદમાં વધુમાં વિગતો આપતાં જણાવાયું હતું કે, રેસકોર્સ ખાતે 1.5 લાખ સ્કવેર ફૂટ એરિયામાં પ્રદર્શન યોજાશે અને આયોજકોના અંદાજ મુજબ ત્રણ લાખથી વધુ લોકો તેને નિહાળશે જેમાં શહેરની અને આસપાસના વિસ્તારોની શાળાઆે અને કોલેજોના વિદ્યાર્થીઆે તેમજ શહેરીજનોને આ પ્રદર્શનનો લાભ લેશે તેવી ધારણા છે. આ પ્રદર્શનમાં ઘણા પ્રાેજેક્ટસ આકર્ષણનું કેન્દ્ર બનશે જેમાં એક્ઝિબિશનના એન્ટ્રન્સ પર üુમન સાઈઝ રોબોટ આવનાર મુલાકાતીઆેનું સ્વાગત કરતો જોવા મળશે. આ પ્રદર્શની નિહાળ્યા પછી લોકો ચોક્ક્સપણે પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને વીજળી બચાવો જેવા સંદેશ લઈને જશે. આ પ્રદર્શનના અન્ય આકર્ષણોમાં ક્વિઝ, પ્રેઝન્ટેશન, ડ્રાેIગ જેવી પ્રતિયોગીતાઆે આવનાર મુલાકાતીઆેની ઉંમરને ધ્યાનમાં રાખી યોજાશષ. અહી વિદ્યાર્થીઆેની રચનાત્મક ક્ષમતાને પ્રદશિર્ત કરવા 200થી વધુ પ્રાેજેક્ટસ પ્રદશ}ત થશે. આ ત્રણેય દિવસ દરમ્યાન દરરોજ સાંજે વિદ્યાર્થીઆે દ્વારા પ્રદશિર્ત કરવામાં આવનાર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ આયોજનનું મુખ્ય આકર્ષણ બની રહેશે. વિવિધ ãયુચરીસ્ટીક વિષયો પર તજજ્ઞોના એક્સપર્ટ સેશન્સ અને ભવિષ્યના વિષયો પર નિષ્ણાતોની હાજરીમાં ડિબેટના પણ આયોજન કરાયા છે. તા.21ના ઈસરોના એક્સપર્ટ દ્વારા નેવીક (ઈન્ડિયન રીજીયોનલ નેવીગેશન સિસ્ટમ) વિષયક એક્સર્ટ સેશન, તા.22ના પુજારા ટેલિકોમના એમ.ડી. યોગેશભાઈ પુજારાનું એક્સપર્ટ સેશન કેવી રીતે સફળ એન્ટ્રાેપ્રિન્યાેર બની શકાય વિષય પર તથા તા.23ના હોલિવૂડના એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેક્ટર અને એરીસ ગ્રુપ આેફ કંપનીઝના સીઈઆે સોહન રોય દ્વારા રોબોટીક્સ વિષય પર એક્સપર્ટ સેશન યોજાશે. આ બધા પ્રાેજેક્ટસને 16 વિવિધ વિષયો જેમ કે ડિફેન્સ, એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ અને હાઈજીન, સ્પોર્ટસ, કોમર્સ, કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, એગ્રીકલ્ચર, ટુરીઝમ, રોબોટીક્સ,

માસ મીડિયા, એન્ટરટેન્મેન્ટ, સ્પેસ સાયન્સ, એન્વાયરમેન્ટ અને લાઈફ સાયન્સ એમ વિષયવાર પ્રાેજેક્ટ રજૂ થશે. આ ઉપરાંત અહી વિદ્યાર્થીઆેએ એક ખાસ એરિયા બનાવ્યો છે જેમાં તેઆે એવા પ્રાેજેક્ટસ રજૂ કરશે જે 2050ની સાલમાં પણ બદલાવા ન જોઈએ જેમાં મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો આધારિત પ્રાેજેક્ટસ રજૂ કરાશે.

આ ઈવેન્ટનો ઉદ્ઘાટન કાર્યક્રમ બીજા દિવસે તા.22 એપ્રિલને સાંજે 5 કલાકે યોજાશે જેમાં મુખ્ય ઉદ્ઘાટક તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે. જ્યારે મુખ્ય મહેમાનોમાં રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાય, જીટીયુના વાઈસ ચાન્સેલર નવીન શેઠ, આયુર્વેદ યુનિ.ના વાઈસ ચાન્સેલર વૈÛ સંજીવ આેઝા, સૌરાષ્ટ્ર યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો.કમલસિંહ ડોડિયા, રાજકોટ કલેક્ટર ડો.રાહુલ ગુપ્તા, રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બી.એન.પાની ઉપસ્થિત રહેશે. સમગ્ર ઈવેન્ટના સફળ આયોજનમાં જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, સીઈઆે ડિમ્પલબેન મહેતા, ગાડ} વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણ શાહના માર્ગદર્શનમાં ગાડ} એન્જિનિયરિ»ગ વિભાગના પ્રિન્સીપાલ વિરાંગ આેઝા તેમજ રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જય મહેતાની રાહબરીમાં કાજલબેન શુક્લ, શ્રીકાંત તન્ના, પ્રજ્ઞા દવે, વિપુલ ધનવા, દર્શન પરીખ, દૃિષ્ટ આેઝા, મનિન્દર કેશપ, બંસી ભુત અને હિના દોશીની ટીમ સાથે તમામ સંસ્થાઆેના સ્ટાફ અને વિદ્યાર્થીઆે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શનાબેન શાહ, સ્ટેન્ડિ»ગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બી.એન.પાની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL