રેસકોર્સમાં તા.1લી ફેબ્રુ.થી ફ્લાવર શો

January 12, 2018 at 3:30 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા રેસકોર્સ સંકુલ ખાતે આગામી તા.1લી ફેબ્રુઆરીથી ભવ્ય ફ્લાવર શો યોજવામાં આવનાર હોવાની આજરોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વિશેષમાં કમિશનર બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, રેસકોર્સમાં તા.1થી 4 ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય ફ્લાવર શો યોજાશે અને તેમાં વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ સ્ટોલ માટેની અરજીઓ પણ મગાવી લેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે રેસકોર્સમાં આયોજિત ફ્લાવર શોને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને અંદાજે પાંચ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફક્ત રાજકોટવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લોકો રાજકોટમાં યોજાયેલો ફ્લાવર શો નિહાળવા માટે આવ્યા હતા. ગત વર્ષની સફળતાથી પ્રેરિત થઈને આ વર્ષે પણ ફ્લાવર શો યોજવામાં આવનાર છે.

print

Comments

comments

VOTING POLL