રૈયાધાર પાસે ટિપરવાનની ઠોકરે સફાઈ કામદારનું મોત થતાં હોબાળો

June 13, 2018 at 4:01 pm


શહેરના રૈયાધાર ગાર્બેજ કલેકશનમાં કચરા ગાડીએ વધુ એક અકસ્માત કરતા ચકચાર મચી જવા પામી છે. અકસ્માતમાં સફાઈ કામદારનું મોત થતાં તેના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી 300થી વધુ લોકોના ટોળાએ ટીપર વાનના ચાલક પાસે લાયસન્સ ન હોવા છતાં કોન્ટ્રાકટરે નોકરીએ રાખ્યાના આક્ષેપ સાથે મહાનગરપાલિકા ખાતે ધસી જતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સ્લમ કવાર્ટર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા રણજીત રામજીભાઈ સાગઠીયા ઉ.વ.45 નામના સફાઈ કામદાર આજે સવારે રૈયાધાર આરએમસીના ગાર્બેજ કલેકશનમાં કામ ક્રતા હતા ત્યારે ટીપર વાને ઠોકરે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવના પગલે માલવીયાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસમાં મૃતકને ત્રણ પુત્રી અને એક પુત્ર હોવાનું અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં ટીપર વાનના ચાલક પાસે લાયસન્સ ન હોવા છતાં કોન્ટ્રાકટરે નોકરીએ રાખ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ લેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ 300થી વધુ લોકોનું ટોળું કોર્પોરેશને ધસી જતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મૃતકના પરિવારજનોએ તેની પત્નીને નોકરી ઉપરાંત રહેવા માટે મકાનની માગણી સાથે કોર્પોરેશન કચેરીએ ધસી જઈ કમિશનર બંછાનિધિ પાની સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં તેની પત્નીને તત્કાલ નોકરી તેમજ રહેવા માટે આવાસ યોજનાનું કવાર્ટર ફાળવી દેવાની ખાતરી આપતા રણજીતના પરિવારજનોએ લેખીતમાં ખાતરી આપવા જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL