રૈયાધાર પીપીપી આવાસ યોજનામાં લોટ, પાણી ને લાકડા

July 11, 2018 at 3:43 pm


રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને આજે રૈયાધાર પીપીપી આવાસ યોજનાના લાભાર્થીઆેએ એવી ફરિયાદ કરી હતી કે આવાસ યોજનાના નિમાર્ણમાં લોટ, પાણી ને લાકડા થઈ રહ્યા છે અને જો બિલ્ડર સામે અવાજ ઉઠાવવામાં આવે તો સ્ટાફ દ્વારા ભાજપના નેતાઆેના નામે લાભાર્થીઆેને ધમકીઆે આપવામાં આવી રહી છે ! તેમ વિપક્ષી નેતાએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે લાભાર્થીઆેને ભાડાની રકમમાં વધારો કરી આપવામાં આવે તેમજ વહેલામાં વહેલી તકે આવાસોનો કબજો સાેંપવામાં આવે તેવી માગણી હોવાની વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કબજો સાેંપવામાં આવ્યો નથી. આ ઉપરાંત 8 દુકાનોનું ડિમોલિશન કરાયું હતું જેની સામે 8 દુકાનો બનાવવાની થાય પરંતુ બિલ્ડરે 24 દુકાનો બનાવી નાખી છે અને તે દુકાનો વેચવાનું આયોજન હોય તેવું જણાઈ રહ્યાનું પણ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે. લાભાર્થીઆેએ તેમને કરેલી ફરિયાદના અનુસંધાને રજૂઆત કર્યાનું ઉમેર્યું છે.

print

Comments

comments

VOTING POLL