રૈયા રોડ પર બ્રમ્હસમાજ ચોક પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સજાર્તા યુવાનનું મોતઃ બેને ઈજા

July 12, 2018 at 3:15 pm


રૈયા રોડ પર બ્રû સમાજ ચોક પાસે કાર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સજાર્તા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જયારે અન્ય બે યુવાનોને શરીરે ગંભીર ઈજા થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાં મળતી વિગત મુજબ રૈયા ગામમાં રહેતો આકાશ કિરીટ વાગડીયા તથા તેનો મિત્ર કાના કેતનભાઈ તથા અજય અશોકભાઈ સહિત ત્રણેય યુવાનો ત્રિપલ સવારી બાઈકમાં આજે બપોરે રૈયા રોડ પર બ્રû સમાજ ચોક પાસેથી પસાર થતાં હતા ત્યારે સામેથી આવતી કાર સાથે બાઈક ઘડાકા ભેર અથડાતા બાઈકના ચાલક આકાશ કિરીટભાઈ વાગડીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જયારે તેના મિત્ર કાનો અને અજયને ઈજા થતાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકે કરવામાં આવતા પીએસઆઈ એમ.ડી.વાળા, એએસઆઈ રવજીભાઈ પટેલ, રાઈટર રાજુભાઈ ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL