રોકસ્ટાર બાબા રામરહીમના ચરણોમાં આળોટનારા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ શું જવાબદાર નથી?: બાબાઓ બેફામ કેમ?

August 28, 2017 at 6:10 pm


વિશ્વ સાથે વિકાસની સ્પધર્મિાં આશાસ્પદ પરફોર્મન્સ આપી રહેલા આપણા વિવિધતામાં એકતાવાળા દેશમાં આમ તો સમસ્યાઓનો કોઈ પાર નથી. વિકાસ કરવાની સાથોસાથ દેશની અંદર રહેલા દુશ્મનો વધુ ચેલેન્જીંગ બન્યા છે. દેશના 12 થી 14 જેટલા રાજયોમાં તો નકસલવાદીઓ અને માઓવાદીઓની રાક્ષસી હિંસા દેશને બરબાદ કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પાક સમર્થિત આતંકવાદીઓ દિન-પ્રતિદિન વધુ જાનવર બની રહ્યા છે અને બીજી બાજુ આપણા દેશમાં બાબાઓની બબાલ વધતી જાય છે. દરેક સમસ્યાનો ઉકેલ શોધવાની સાથોસાથ આ બાબાઓનો ઈલાજ આપણા દેશમાં થઈ શકતો નથી અને કોઈ સરકારો એમના ધતીંગ બંધ કરાવી શકતી નથી. બાબા રામરહીમને પંચકુલા કોર્ટે રેપ કેસમાં દોષિત જાહેર કયર્િ બાદ જે જંગાલિયતભરી હિંસા થઈ છે તેને જોઈને આખો દેશ આઘાતથી અને આશ્ર્ચર્યથી દિગ્મુઢ છે. આપણો દેશ ખરેખર કઈ દિશામાં જઈ રહ્યો છે. આવા બાબાઓને રાષ્ટ્રદ્રોહી કે ઉગ્રવાદી શા માટે જાહેર કરવામાં આવતા નથી અને એવી સખત કલમો હેઠળ એમની સામે કામ લેવાતું નથી ? બાબા રામ રહીમના ડેરામાંથી છેલ્લા બે ત્રણ વર્ષમાં 24 સાધ્વીઓ કંટાળીને, થાકીને, ત્રાસીને ભાગી ગઈ છે અને માંડ પોતાનો જાન બચાવી શકી છે.

બાબા રામરહીમ કરતા પણ વધુ ખતરનાક તેના પોલિટિકલ આશ્રયદાતાઓ છે. દરેક ક્રાઈમમાં કયાંકને કયાંક પોલિટિશ્યનોના ઝભ્ભા અને લેંઘા સલવાયેલા જ હોય છે અને બાબા રામરહીમના પ્રકરણમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના લેંઘા અને ઝભ્ભા સલવાયેલા છે. હંમેશા ગુરમીત રામરહીમે એવો દાવો કર્યો છે કે તેનું આખુ ડિઝનીલેન્ડ જેવું આશ્રમ બિનરાજકીય નેટવર્ક છે પરંતુ વાસ્તવમાં ડેરા સચ્ચા સૌદાએ પોતાની રાજકીય પાંખ 2007માં ઉભી કરી હતી અને તેનું નામ પીએડબલ્યુ એટલે કે પોલિટિકલ અફેર વિંગ રાખવામાં આવ્યું હતું. આ એ જ સમય હતો જયારે પંજાબમાં રામરહીમ સામે જબરો વિરોધનો વંટોળ ઉભો થયો હતો. દસમા શીખ ગુ ગુ ગોવિંદસિંઘનો વેશ ધારણ કરતો ડ્રેસ પહેરીને આ બાબાએ પોતાના ફોટા વહેતા મુકયા હતાં અને ત્યારે તેની સામે જબરો વિરોધ થયો હતો.

2007માં પોલિટિકલ અફેર વિંગની રચના એટલા માટે જ કરવામાં આવી હતી કે ગુરમીત રામરહીમ પોતાના ભકતોને એટલે કે પ્રેમીઓને ચોકકસ ઉમેદવારને મત આપવાની અપીલ કરતો હતો. કઈ પાર્ટીને ટેકો આપવાનો છે તે પોતાના મંચ પરથી જાહેર કરતો હતો. આ બાબો પાંચ કરોડ ભકતો હોવાનો દાવો કરે છે પરંતુ તેની પ્રવૃત્તિ ખરેખર પહેલેથી જ શંકાના દાયરામાં હતી અને અંતે તેનું પાપ છાપરે ચડીને પોકાર્યુ છે. આ બાબાને હવા ભરવામાં ભાજપ અને કોંગ્રેસ બંનેનું પાપ છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ડેરા સચ્ચા સોદાનો ટેકો માંગ્યો હતો અને એ સમયે વડાપ્રધાને પ્રચાર દરમિયાન ગુરમીત રામ રહીમના વખાણ પણ કયર્િ હતાં.

કોંગ્રેસ સાથે આ ગુરમીત રામ રહીમનો ઉંડો ધરોબો રહ્યો છે. ગુરમીત રામરહીમને ચાર સંતાનો છે. તેની પુત્રીઓમાં અમનપ્રીત કૌર અને ચરણપ્રીત કૌર તેમજ હનીપ્રીત કૌરનો સમાવેશ થાય છે જયારે તેના પુત્રનું નામ જસમીતસિંઘ છે. હનીપ્રીત આ બાબાની એડોપ્ટેડ ડોટર છે. જયારે એમના પુત્ર જસમીતે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય હરબીંદરસિંઘની પુત્રી સાથે લગ્ન કયર્િ છે. આ નેતા આમ આદમી પાર્ટીના ઉમેદવારની સામે હારી ગયા હતાં. 2007માં બાબા રામરહીમે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. કારણકે એ સમયે પંજાબની અકાલીદળ ભાજપ્ની સંયુકત સરકાર પોતાના ભકતોને ટાર્ગેટ કરી રહી છે તેવો આરોપ તેણે મુકયો હતો અને કોંગ્રેસના ખોળામાં જઈને બેઠો હતો. જો કે કોંગ્રેસ ઈલેકશન હારી ગઈ હતી. 2012માં બાબા રામરહીમે કોઈપણ પોલિટિકલ પાર્ટીને ટેકો જાહેર કર્યો ન હતો અને પોતાના ચેલકાઓને એવી અપીલ કરી હતી કે મેરીટના આધારે નકકી કરીને કોઈપણ ઉમેદવારને મત આપો. એ સમયે ભાજપ અને કોંગ્રેસ બંનેએ બાબા રામરહીમનો કોન્ટેકટ કરીને ટેકો આપવાની કાકલુદીઓ કરી હતી. ત્યારબાદ બાબાએ પંજાબમાં છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ્ને ટેકો જાહેર કર્યો હતો. 2014ની ચૂંટણીમાં ભાજપ્ના કેટલાક મંત્રીઓએ બાબા રામરહીમના આશ્રમને જંગી રકમના ડોનેશન આપ્યા હતાં તેવી ચચર્િ પહેલેથી જ રહી છે. પોલિટિશ્યનો પોતાના સ્વાર્થ ખાતર આવા બાબાઓને પાળે પોષે છે, એમને પાવરફુલ બનાવે છે અને આવા બાબાઓ પોલિટિકલ સપોર્ટના આધારે ગુંડાઓની અને મવાલીઓની આખી ફોજ તૈયાર કરતા હોય છે. આ સિલસિલો આપણા દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. આસારામ જેલમાં સબડી રહ્યો છે અને તેનો સુપુત્ર પણ પોતાના પાપ્ની કિંમત ચુકવી રહ્યો છે. હવે ગુરમીત રામરહીમને આજે કોર્ટ સજા આપવાની છે પરંતુ ફકત સજાઓ આપવાથી આવા લોકોની પેદાશ ઘટવાની નથી કે બંધ થવાની નથી. પોલિટિકલ બેકીંગ આપવાનું પાપ જયાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આવા ખોફનાક અને ખતરનાક બાબાઓ દેશમાં પેદા થતા રહેશે અને સમાજમાં અશાંતિ અને અસ્થિરતાનો માહોલ પેદા કરતા રહેશે.

print

Comments

comments

VOTING POLL