રોજગારના સાચા આંકડા સરકાર પાસે પણ નથી !

October 12, 2017 at 10:42 am


વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (પીએમઈએસી)ના પ્રમુખ અને નીતિપંચના સભ્ય બિબેક દેબરોયે કહ્યું કે દેશમાં રોજગારના કોઈ ચોક્કસ આંકડા જ નથી. પરિષદની પહેલી સત્તાવાર બેઠક બાદ દેબરોયે કહ્યું કે રોજગારને લઈને દેશમાં જે પણ આંકડાઓ છે તે પરિવારો વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે અને તે જૂના છે. ભારત જેવા દેશમાં ઉપક્રમ આધારિત આંકડો મેળવવો મુશ્કેલ છે. અમારી પાસે રોજગારને લઈને કોઈ સચોટ આંકડા નથી.
પીએમઈએસીના પ્રમુખ દેબરોએ કહ્યું કે ભારત જેવા દેશમાં તમે રોજગાર અંગે ઉપક્રમ સર્વેમાં શ્રેષ્ઠ આંકડો પ્રાપ્ત કરી શકો નહીં. આપણે બેરોજગારી અને રોજગાર અંગેના આંકડા પરિવારો વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણથી મળે છે. એનએસએસઓનું આ સર્વેક્ષણ પણ 2011-12ના છે. આગલો સર્વે 2018 સુધી ઉપલબ્ધ બનશે નહીં.

દેબરોયે ઉમેર્યું કે પરિષદે જે 10 ક્ષેત્રોની ઓળખ કરી છે તે આર્થિક વૃદ્ધિ, રોજગાર અને રોજગાર સર્જન ઉપરાંત અસંગઠિત ક્ષેત્ર અને તેનો સમન્વય, રાજકોષીય સ્થિતિ, નાણાનીતિ, સાર્વજનિક વ્યય, આર્થિક ક્ષેત્રમાં કામ નરારા સંસ્થાન, કૃષિ અને પશુપાલન સહિતના સામાજિક ક્ષેત્રો છે. રોજગાર પર જે આંકડાઓ ઉપલબ્ધ થાય છે તે સમય પર નહીં આવતાં અને જે આવે છે તે સંગઠિત ક્ષેત્ર ક્ષેત્ર સુધી સીમિત રહે છે.
દેબરોએ વધુમાં જણાવ્યું કે નાણાસ્થિતિને મજબૂતિ આપવા માટે જે પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે તે યથાવત રહેવા જોઈએ. આર્થિક વૃદ્ધિમાં નરમાશ વચ્ચે ઉદ્યોગ તેમાંથી પાર પાડવા માટે નાણાકીય પ્રોત્સાહનની માગ કરી રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL