રોજની એક સેલ્ફી શેર કરવી સ્વાસ્થ્ય માટે લાભદાયક

August 1, 2018 at 4:30 pm


વર્તમાન સમયમાં નાના-મોટાં સૌ કોઈને સોશિયલ મીડિયાએ સેલ્ફીનું ઘેલું લગાડી દીધું છે. દિવસની શરૂઆત થવાની સાથે રાત સુધીમાં લોકો અનેક ફોટો ક્લિક કરે છે અને તેને શેર પણ કરે છે. જો કે નિષ્ણાંતો માને છે કે આ રીતે સેલ્ફી શેર કરવી લોકોના માનસિક આરોગ્યને સુધારે છે. જી હાં રોજ એક ફોટો શેર કરવાથી વ્યક્તિ આનંદમાં રહે છે અને તેના જીવનની એકલતા પણ દૂર થાય છે.

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર રોજ એક સેલ્ફી ઓનલાઇન શેર કરવાનું રૂટિન બની જતાં લોકોને ઘરની બહાર નીકળવામાં પ્રોસ્તાહન મળે છે. ભલે તેનું કારણ સારી સેલ્ફી લેવાનું હોય પરંતુ તેના માટે પણ તે ઘરની બહાર જાય છે લોકો સાથે સંપર્કમાં આવે છે. આ પ્રક્રિયા એવા લોકોને ખૂબ મદદરૂપ થાય છે જે દુ:ખી હોય અથવા અવસાદમાં રહેતા હોય. આ ઉપરાંત સેલ્ફી શેર કર્યા બાદ મળતાં પ્રતિભાવોથી વ્યક્તિ માનસિક રીતે ફ્રેશ રહે છે અને તે ખુશ રહે છે તેથી તેના કામ પર પણ તેની સારી અસર થાય છે.

print

Comments

comments

VOTING POLL