રોજ એક વાટકી દહીં ખાવાથી તબીયત રહેશે ટનાટન, સ્કીન રહેશે ચમકતી

July 10, 2018 at 1:31 pm


દહીં એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં ઉપલબ્ધ જ હોય છે. ત્યારે આજે જાણો તમારા ઘરમાં છાશ બનાવવાના ઉપયોગમાં આવતાં દહીંના લાભ વિશે. આ લાભ વિશે જાણી તમે પણ દહીં ખાવાની શરૂઆત કરી દેશો.

-દહીંમાં ઝિંક, વિટામિન A અને ફોસ્ફોરસ હોય છે જેનાંથી સ્કિન હેલ્ધી રહે છે.

-દહીંમાં જોવા મળતા લેક્ટિક એસિડથી વાળ સ્મુધ રહે છે તે વાળને કસમયે સફેદ થથા અને ઉતરતા પણ અટકાવે છે.

– કેલ્શિયમ અને ફોસ્ફોરસ યુક્ત દહીં ખાવાથી હાડકાં મજબુત બને છે.

-કોલોસ્ટ્રોલ અને હાયપરટેન્શન જેવી બીમારીઓ સામે લડનારા તમામ તત્વો દહીંમાં હોવાથી તે હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

-દહીંમાં ગૂડ બેક્ટેરિયા પણ હોય છે જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તેનાંથી ઘણી બીમારીઓ દૂર થાય છે અને હેલ્ધી રહેવાય છે

print

Comments

comments

VOTING POLL