રોમેશ પોવારે અપમાનિત કરીઃ મિતાલીનો ઘટસ્ફોટ

November 27, 2018 at 8:09 pm


ભારતીય મહિલા વનડે ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજે આજે સીઆેએ સભ્ય ડાયના ઉપર પક્ષપાતનાે આક્ષેપ કયોૅ હતાે. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પાેવાર ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે, પૂર્વ ક્રિકેટરે તેમને અપમાનિત કરી હતી. મહિલા વર્લ્ડટીમ-20માં ઇંગ્લેન્ડની સામે સેમિફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવેલી મિતાલીએ મૌન તાેડતા કહ્યું છે કે, એડુલ્જીએ તેની સામે પાેતાના હોદ્દાનાે ફાયદો ઉઠાવ્યો છે. 35 વષીૅય મિતાલીને વેસ્ટઇન્ડિઝમાં રમાયેલા વર્લ્ડકપની ટ્વેન્ટીમાં સતત અડધી સદી છતાં સેમિફાઇનલમાં રમવાની તક મળી ન હતી. આ મેચમાં ભારતને આઠ વિકેટે હારનાે સામનાે કરવો પડâાે હતાે. મિતાલીએ બીસીસીઆઈના સીઈઆે રાહુલ જોહરી અને ક્રિકેટ આેપરેશન જીએમ સબ્બા કરીમને એક પત્ર લખીને પાેતાની તરફેણ કરી હતી. મિતાલીએ એમ પણ લખ્યું છે કે, 20 વર્ષની લાંબી કેરિયરમાં પ્રથમ વખત અપમાનિત અને નિરાશાની ભાવના જાગી છે. તેને એવું વિચારવાની ફરજ પડી છે કે, દેશ માટે તેની સેવાનું મહત્વ સત્તામાં રહેલા કેટલાક લોકો માટે નથી. જેના કારણે તેના આત્મવિશ્વાસને મોટો ફટકો પડâાે છે. તેનું કહેવું છે કે, તે ટી-20 કેÃટન હરમનપ્રિતની સામે કોઇપણ પ્રતિક્રિયા આપવા માંગતી નથી પરંતુ તેને બહાર રાખવા માટે કોચના નિર્ણય પર તેના સમર્થનથી આઘાત લાગ્યો છે. મિતાલીએ એમ પણ કહ્યું છે કે, તે પ્રથમ વખત દેશ માટે વર્લ્ડકપ જીતવા ઇચ્છુક હતી. દુખ પણ છે કે, અમે સુવર્ણ તક ગુમાવી દીધી છે. મિતાલીએ કહ્યું છે કે, ભારતના પૂર્વ કેÃટન એડુલ્જી પર અમે વિશ્વાસ રાખ્યો છે જેનાથી ફટકો પડâાે છે. ડાયના પર તેને ખુબ વિશ્વાસ હતાે. તેનું સન્માન કરતી હતી. ક્યારેય એવું વિચાર્યું ન હતું કે તે તેની સામે પદનાે ઉપયોગ કરશે. ખાસ કરીને એ વખતે જ્યારે વેસ્ટઇન્ડિઝમાં જે કંઇપણ થયું તે અપમાનજક બાબત છે. સેમિફાઇનલમાંથી બહાર રાખવાના તેના નિર્ણયથી આઘાત લાગ્યો છે. મિતાલીએ કહ્યું હતું કે, જો તેને રમવાની તક મળી હોત તાે દેશના હિતમાં રહી હોત. ખુબ જ અપમાનજનક બાબતનાે સામનાે તે કરી રહી છે. પાેતાની કેરિયરમાં 10 ટેસ્ટ મેચ અને 197 વનડે મેચ રમી ચુકેલી મિતાલીએ કહ્યું હતું કે, જ્યારે અમે વિન્ડિઝ પહાેંચ્યા ત્યારે તમામ બાબતાે શરૂ થઇ ગઈ હતી. પહેલા કેટલાક ઇશારા મળ્યા હતા કે, કોચ પાેવારના તેની સાથે વતૅન યોગ્ય નથી પરંતુ આની તરફ તે ધ્યાન આપી રહી ન હતી.

print

Comments

comments

VOTING POLL