રોહિત બક્ષી નિખિલ સિંહાના આગામી શો ‘શક્તિપીઠ કે ભૈરવ’માં જોવા મળશે

October 31, 2017 at 6:38 pm


અજોડ અભિનય કુશળતાથી દર્શકોનું મનોરંજન કરનાર અને તે માટે વખણાયેલો પ્રતિભાશાળી રોહિત બક્ષી હવે બિગ મેજિકના આગામી ધાર્મિક શો શક્તિપીઠ કા ભૈરવમાં જોવા મળશે. ચાહકો માટે આ જલસો રહેશે, કારણ કે થોડા વિરામ પછી તે પાછો આવી રહ્યો છે અને આ વખતે ભૈરવની શક્તિશાળી ભૂમિકામાં જોવા મળવાનો છે.
નિમર્ણિ ગૃહનાં નિકટવર્તી સૂત્રોએ અમને આ નવી પ્રગતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઘણા બધા લોકોએ ભૈરવની ભૂમિકા માટે ઓડિશન આપ્યું અને આખે અમે રોહિત બક્ષીને લઈ લીધો છે. તે ભૂમિકામાં અનુકૂળ રીતે બંધબેસે છે અને તેનો દેખાવ પાત્રની આવશ્યકતાઓમાં અનુકૂળ બંધબેસે છે.

આ વિશે શોનો હિસ્સો બનવા માટે વધુ જાણકારી મેળવવા રોહિતનો સંપર્ક સાધતાં તેણે જણાવ્યું કે હું અસલ જીવનમાં કટ્ટર શિવભક્ત છું અને ભારતીય ટેલિવિઝન પર બીજી વાર ભગવાન શિવની ભૂમિકા ભજવવાના આશીવર્દિ મને મળ્યા છે. મારો બહુ વખણાયેલો છેલ્લો ધાર્મિક શો સિયા કા રામમાં તે જ અવતાર ધારણ કયર્િ પછી હું આગામી સિરીઝ શક્તિપીઠ કે ભૈરવમાં ભૈરવની ભૂમિકા ભજવવા માટે ભારે રોમાંચિત છું. આ વખતે ભૈરવ નામે શિવની ભૂમિકા ભજવવાનું બહુ પડકારજનક છે, કારણ કે ભૈરવની પરિપ્રેક્ષ્યથી તેમાં 52 શક્તિપીઠ જોવા મળશે.રોહિત બક્ષીનો ભૈરવ તરીકે અદભુત પરફોર્મન્સ જોવા માટે જોતા રહો શક્તિપીઠ કે ભૈરવ, 10 નવેમ્બરથી શુભારંભ, સોમવારથી શુક્રવાર, સાંજે 7, ફક્ત બિગ મેજિક પર.

print

Comments

comments

VOTING POLL