ર7મીથી ખાનગી ક્રેન આેપરેટરો કાગાેૅ હેન્ડલીંગની કામગીરીનાે બહિષ્કાર કરશે

August 20, 2018 at 9:00 pm


પડતર પ્રશ્નો ન ઉકેલાતા આંદોનલ માટે 7 સભ્યોની સમિતિ લડાઈ ઃ પૂર્વ સાંસદ પુનમબેન જાટે તંત્રને નાેટિસ આપી આંદોલનની જાણ કરી ખાસ બેઠકમાં વાટાઘાટો માટે પૂર્વ સાંસદને અપાઈ

કચ્છના ખાનગી ક્રેન આેપરેટરના લાંબા સમયના પ્રશ્નો ન ઉકેલાતા તેઆે અપાયેલી મુદત ર6મી આેગષ્ટ પુરી થશે. આજે પૂર્વ સાંસદ પુનમબેન જાટના નેતૃત્વ હેઠળ મળેલી બેઠકમાં લડત કરવાનું નક્કી થયું છે. આ અંગે સાત સભ્યોની લડત સમિતિ રચાઈ છે. ર7મીથી ખાનગી ક્રેઈન આેપરેટરો બહિ»કાર કરશે તેવી નાેટિસ પણ તંત્રને અને લેબર કમિશનરને આપી દેવાઈ છે.
કંડલા બંદરે ખાનગી ક્રેન આેપરેટરોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો સંદભેૅ પૂર્વ સાંસદ પુનમબેન વી. જાટ દ્વારા ભારત સરકારના ચીફ લેબર કમિનર જીતેન્દ્રકુમાર સાગર, કંડલા પાેર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટીયા તથા અન્ય સંબંધીત તંત્રોને પત્રો પાઠવી આ પ્રનને નિવારણ માટે મધ્યસ્થી કરવા અનુરોધ કયોૅ હતાે. જેમાં એક મહીનાની મુદત આપવામાં આવી હતી. જે મુÆત તા. ર6 આેગષ્ટ – 18ના રોજ પુરી થશે. તેમ છતાં સંબંધીત તંત્રોના પ્રશાસકો તરફથી કોઈ પહેલ કરવામાં આવી નથ. જેથી આ સંદભેૅ આગળની કાર્યવાહી શું કરવી તે નક્કી કરવા પુર્વ સાંસદે ખાનગી ક્રેન આેપરેટરોની એક અગત્યની બેઠક ર0મી આેગષ્ટ 18ના રોજ સાંજના પ વાગ્યે પાેતાના આદિપુર નિવાસ સ્થાને બલાવી હતી તેમાં કંડલા ગાંધીધામ સંકુલમાંથી લગભગ રપ0 જેટલા ખાનગી ક્રેન આેપરેટરો ઉપસ્થિત રહ્યાા હતા. જેમાં નીચે મુજબના નિર્ણયો લેવાયા હતા.
આ બેઠકમાં વ્યવસ્થિત લડત ચલાવવા માટે સાત સÇયોની એક કમિટિ બનાવવામાં આવી હતી. આ કમિટિએ ખાનગી ક્રેન આેપરેટરોના હિતમાં તમામ નિર્ણયો લેવાની સતા પૂર્વ સાંસદ પુનમબેન વી. જાટને સાેંપવામાં આવી હતી.
સંબંધીત પ્રશાસનને તા. ર0-8-18ના રોજ કાગાેૅ હેન્ડલીંગની કામગીરીનાે બહિ»કાર કરવાની જાહેર નાેટિસ આપવાનું નક્કી થયું હતું.

સંબંધીત પ્રશાસનને સાત દિવસની જાહેર નાેટિસ આપ્યા બાદ પણ કોઈ પહેલ કરવામાં ન આવે તાે તા. ર7-8-18ના રોજ રાત્રિના 1ર વાગ્યા પછી પહેલી શીફટથી દીનદયાળ બંદરમાં ખાનગી ક્રેન આેપરેટરો દ્વારા કાગાેૅ હેન્ડલીંગની કામગીરીનાે સામુહિક બહિ»કાર કરવાનું નિર્ણય સર્વ સંમતિથી લેવાયો હતાે. જે અચોક્કસ મુન્દ્રત સુધી ચાલુ રહેશે. જોકે સંબંધિત પ્રશાસકો દ્વારા બહેનશ્રી પુનમબેન જાટ સાથે વાટાઘાટો કરીને ખાનગી ક્રેન આેપરેટરોના હિતમાં કોઈ યોગ્ય નિર્ણય લેવાશે તાે અચોક્કસ મુદતની હડતાલ મુલતવી રાખવાનું વિચારણા કરાશે તેમ બહેનશ્રીની યાદીમાં જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL