લકઝરી કાર પરની સેસ 25 ટકા કરવાની તૈયારી

August 21, 2017 at 11:08 am


લકઝરી કાર પરની સેસ વધારીને 25 ટકા કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતા છે અને આ માટે સરકાર ચાલુ સપ્તાહે જ ઓર્ડિનન્સ લાવી રહી છે અને તેના દ્વારા આ વધારો કરવામાં આવશે. આ અધ્યાદેશ થકી 25 ટકા સુધી સેસ વધારી દેવામાં આવશે. અત્યારે આ સેસ 15 ટકા છે.
જીએસટી એક્ટ 2017ની કેટલીક કલમોમાં ફેરફાર કરીને આ અધ્યાદેશ તૈયાર કરવામાં આવશે અને તે પસાર કરાવીને સેસ વધારી દેવાની સરકારની તૈયારી શ થઈ ગઈ છે તેમ સરકારના ટોચ લેવલના અધિકારીઓએ જણાવ્યું છે. આ અધ્યાદેશનું ડ્રાફ્ટીંગ થઈ ગયું છે અને નાણા મંત્રી અણ જેટલીની ઓફિસને મોકલી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિચારણા માટે મોકલી દેવામાં આવશે અને ચાલુ સપ્તાહે જ આ કાર્યવાહી થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. 25 ટકા સેસ થઈ ગયા બાદ લકઝરી કારની કિંમતમાં જબરો વધારો થવાનો છે.

print

Comments

comments

VOTING POLL