લક્ષ્મણ ચોકમાં પરિણીતાને ત્રાસ આપી પતિ સહિતના સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુકી

March 20, 2017 at 3:09 pm


શહેરના કુવાડવા રોડ પર લમણ પાર્કમાં પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ શારીરિક–માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર લમણ પાર્ક શેરી નં.૧માં સાસરૂ ધરાવતી અને હાલ આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક શેરી નં.૨માં માવતરે રહેતી ક્રિષ્ના ધવલ સોલંકી ઉ.વ.૨૨ નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં લમણ પાર્કમાં રહેતા તેના પતિ ધવલ રમણીકભાઈ સોલંકી, સસરા રમણીકભાઈ, સાસુ દિનાબેન અને જેઠ નિલેશભાઈ વિરૂધ્ધ ત્રાસ આપી મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકયાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ ઘરકામ જેવી નાની–નાની બાબતે ઝઘડા કરી શારીરિક–માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોય તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકયાનું જણાવતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

print

Comments

comments

VOTING POLL