લગ્ન પ્રસંગે પહેરો બનારસી સાડી, લાગશે એકદમ અલગ જ અંદાજ

February 17, 2018 at 1:25 pm


લગ્ન દરેક યુવતીની લાઇફનો સૌથી ખાસ મોમેન્ટ હોય છે અને એટલે આ ખાસ દિવસ પર તે સુંદર અને સૌથી અલગ દેખાવા ઈચ્છે છે. એવામાં મોટાભાગની યુવતીઓ પોતાના લગ્ન માટે લહેંગા પસંદ કરે છે. હેવી એમ્બેલિશ્ડથી લઈને એમ્બ્રોયડર્ડ અને ડિઝાઇનર સુધી, તે પોતાને ભીડથી અલગ દેખાડવા માટે અને લગ્ન પર અલગ દેખાવા માટે ખૂબ મહેનત કરે છે. પછી તે લહેંગાના વજનથી થાકી કેમ ન જાય.

પરંતુ પોતાના બ્રાઇડલ લુકને યાદગાર અને સૌથી અલગ દેખાડવાનો એક અલગ અને સરળ માર્ગ છે અને તે છે લહેંગાની જગ્યાએ બનારસી સાડી પહેરવી. આમ તો દેશના અનેક ભાગમાં લગ્ન સાડી પહેરીને જ થાય છે અને તમે પણ તમારા લગ્ન પર કંઈક અલગ ટ્રાય કરીને એક સુંદર બનારસી સાડી પહેરી શકો છો. માત્ર તેને એક ટ્રેન્ડી ડિઝાઇનવાળા કોન્ટ્રાસ્ટિંગ બ્લાઉઝની સાથે પેર કરો અને બની જાવ સ્ટાર.સાડી પહેરીને માત્ર તમે તમારા લગ્નના દિવસે એકદમ ફ્રી અને લાઇટ મહેસુસ કરશો, પરંતુ તમારી પાસે જ્વેલરીની સાથે એક્સપેરિમેન્ટ કરવાનો પણ પૂરો મોકો હશે. સામાન્ય રીતે હેવી લહેંગાની સાથે તમારે તમારી જ્વેલરી લાઇટ રાખવી પડે છે, પરંતુ આ સાડીઓની સાથે તમે જેટલી ઈચ્છો એટલી જ્વેલરી પહેરી શકો છો.

print

Comments

comments

VOTING POLL