લલિતભાઇની ચૂંટણી ડોનેશનની માગ નહી સંતોષાતા ઉદ્યાેગકારો સામે વાહિયાત આક્ષેપો કરે છે-ડાઇંગ એસો. પ્રમુખ

August 14, 2018 at 11:39 am


ધોરાજીના ધારાસભ્ય દ્વારા સાડી ઉદ્યાેગના પ્રદૂષણ સામે આંદોલન ચલાવી રહ્યા છે તેની સામે આજે જેતપુરમાં મજુરો દ્વારા ‘જેતપુરની પ્રજાની રોજી રોટી સામે રાજકરણ રમતા લોકો સામે આવેદનપત્ર,ના સૂત્ર હેઠળ એક સભા અને રેલીનું આયોજન કર્યું હતુ જેમાં શહેરભરના 1500 સાડીના કારખાનાઆેમાંથી 10હજાર જેટલા મજૂરો ઉમટી પડયા હતા જેને કારણે પોલીસે પણ સખ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો

મજુરો દ્વારા રેલી પૂર્વે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં આયોજક કલ્પેશભાઈ રાંકે પોતાના ઉદબોધનમાં ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ ઉપર ે લોકસભાની ચૂંટણી નજરમાં રાખી આ પ્રદૂષણ નામનું રાજકારણ રમતા હોવાના આક્ષેપો કર્યા હતા. જયારે ડાઇંગ એસો.ના પ્રમુખ રાજુભાઇ પટેલ દ્વારા લલિતભાઈની ચૂંટણી વખતે ડોનેશનની માંગ સંતોષાણી નહી તેને કારણે તેઆે આવા ખોટા વાહિયાત આક્ષેપો કરે છે લલિતભાઈ કરોડની વાત કરે છે પરંતુ તેઆે તો પાંચથી દસ લાખ રુપિયામા પણ આંદોલન સમેટી લ્યે એમ છે પરંતુ અમોએ તેમને કોઈ આેફર જ નથી કરી. અને જેતપુરનો સાડી ઉદ્યાેગ સ્મોલ સ્કેલ એટલે કે ગૃહ ઉદ્યાેગ જેવો ઉદ્યાેગ છે જેમાં ઘરકામ કરતી ગૃહણીઆેને ઘર બેઠા બાંધણાઆે ભરીને પણ રોજી રોટી મેળવે છે અને પ્રદૂષણ ક્યાંક હશે તેનું અમો નિરાકરણ કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ અને આગામી દિવસોમાં ઝીરો પ્રદૂષણની યોજના પર અમે કાર્ય કરીએ છીએ તેવું જેતપુર ચેમ્બર્સ આેફ કોમર્સના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ જણાવેલ. સભાની પૂણાર્હુતિ બાદ મજુરોની ઝબરઝસ્ત રેલી નીકળી હતી લગભગ 10હજાર જેટલી સંખ્યામાં મજુરો રેલીમાં જોડાતા રેલી બે થી ત્રણ કિમી જેટલી લાંબી રેલી શહેરના અમરનગર રોડ, જુનાગડ રોડ થઈ મામલતદાર કચેરીએ પહાેંચી હતી જ્યાં રેલીના આયોજક કલ્પેશભાઈ રાંકે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ કે ધોરાજીના ધારાસભ્ય જેતપુરના ઉદ્યાેગને પ્રદૂષણના નામે બ્લેક મેઇલ કરવા નીકળ્યા છે આ ઉદ્યાેગથી જેતપુરની 40 હજાર જેટલી પ્રજાને સીધી કે આડકતરી રીતે રોજી રોટી મળે છે માટે જેતપુરની પ્રજાની રોજી રોટી છીનવવાની કોશિશ કરનાર આવા બની બેઠેલા નેતાઆે પર કાયદેસરના પગલાં ભરવા જોઈએ. આજની આ રેલીમાં આયોજક કલ્પેશભાઈ રાંક દ્વારા પોતાની આંખ પર પાટો બાંધીને સભા સ્થળથી મામલતદાર કચેરી સુધી પહાેંચી આવેદનપત્ર આપ્યું હતુ

print

Comments

comments

VOTING POLL