લાંચ કેસમાં રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખના આગોતરા શરતી જામીન મંજુર

February 17, 2017 at 1:36 pm


પોરબંદરના રાણાવાવ ગામે સ્ટ્રીટલાઇટના કોન્ટ્રાકટમાં ૧ લાખથી વધુની લાંચ લેવાના કેસમાં જે તે સમયે રંગેહાથ નહીં પકડાયેલ છતાં જેમનું નામ ખુલ્યું હતું તે રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા છે.
બનાવની વિગત મુજબ રાણાવાવમાં રહેતા હમીરભાઇ ઉર્ફે અરજનભાઇ વેજાભાઇ રાણાવાયા દ્રારા એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે, રાણાવાવ નગપાલિકાના પ્રમુખના પતિ મહેશભાઇ ઓડેદરા તેમજ ઉપપ્રમુખ ધીરૂભાઇ મકવાણા દ્રારા બીલ પાસ કરાવવા માટે ૧૦ ટકા રકમની માંગણી કરેલી હોય અને તે અન્વયે લાંચ રૂશ્વત કચેરીમાં ફરિયાદ કરતા લાંચ રૂશ્વત કચેરી દ્રારા છટકું ગોઠવતા અને તેમાં રાણાવાવ નગરપાલિકાના પ્રમુખના પતિ મહેશભાઇ ઓડેદરા તેમજ તેના મિત્ર નથુપુરી ગોસ્વામી ૧ લાખથી વધુની રકમ લેતા પકડાઇ ગયેલ હોવાની ફરિયાદ કરેલી હતી. અને તે વખતે નગરપાલિકાના ઉપપ્રમુખ ધીરૂભાઇ મકવાણા સાથે ફોનમાં પૈસા મળી ગયાની વાતચીત થયા હોવા સબંધેની ફરિયાદ લખાવતા પોલીસ દ્રારા ત્રણેય સામે ગુન્હો દાખલ કરેલ હતો. અને મહેશભાઇ ઓડેદરા તથા નથુપુરી ગોસ્વામીની ધરપકડ કરી જેલ હવાલે કરેલા હતા. જયારે રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખ ધીરૂભાઇ મકવાણા દ્રારા જાણીતા એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફત.ે ધરપકડ થાય તે પહેલા જ આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.
ધીરૂભાઇ મકવાણા દ્રારા ભ્રષ્ટ્રાચાર નિવારવા માટે કલેકટર તથા અન્ય લાગતા વળગતા અધિકારીઓને લખેલા પત્રો તે રીતે કુલ ૧૪ ડોકયુમેન્ટો રજુ કરેલા હતા. અને તે સબંધે એડવોકેટએ દલીલમાં જણાવેલ કે, જેને ફરીયાદ કરેલ છે તે નગરપાલિકાના ટેમ્પરરી કર્મચારી છે અને ધીરૂભાઇ મકવાણા પ્રમુખના ચાર્જમાં હતા ત્યારે તેની બદલી કરી નાંખેલી હતી એટલું જ નહીં તમામ ટેમ્પરરી કર્મચારીઓને છુટા કરવા માટે ઠરાવ પણ કરેલ છે. જીલ્લા કલેકટર તેમજ જીલ્લા પોલીસ વડાને પત્ર લખીને પોતાની સામે ખોટી ફરિયાદ થશે તેવી લેખીતમાં અરજી કરેલી હતી. કર્મચારીઓને હાજરી પુરવા માટે થમપ્રિન્ટ મશીનો મુકાવવા તથા સી.સી. ટીવી કેમેરા મુકવા માટે પણ પ્રયત્નો કરેલા હતા. નગરપાલિકાના તમામ વાહનોની લોગબુક નિભાવવા અને તમામ વાહનો એક જ સ્થળે રાખવા માટે પણ ઓર્ડરો કરેલા હતા અને તે રીતે કડક કાર્યવાહી કરતા જે કર્મચારીઓને ગમેલ નહીં. અને તેથી જ નગરપાલિકાના ટેમ્પરરી કર્મચારી દ્રારા ખોટી ફરિયાદ કરેલ હોવાનું દલીલમાં જણાવેલ હતું. અને તે રીતે ખરેખર નગરપાલિકાના ઉપપ્રમુખ ધીરૂભાઇ મકવાણા દ્રારા રાણાવાવ નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટ્રાચાર ઉજાગર કરવા માટે જલ્લિા કલેકટરને અનેકવાર પત્રો લખેલા હોય અને નગરનિયામકને પણ લેખીતમાં પત્રો લખી જાણ કરેલી હોય અને તેથી જ ધીરૂભાઇ મકવાણાને દુર કરવા સતત પ્રયત્નો કરવામાં આવતા હોય તેના ભાગરૂપે જ તેની સામે ખોટી ફરિયાદ કરેલી છે. તેમના દ્રારા કોઇ પૈસા લીધેલ ન હોય પૈસા લેતી વખતે તેઓ હાજર ન હોય અનેક યાંય નાશી ભાગી જાય તેવી કોઇ વ્યકિત ન હોય તેવી દલીલ કરતા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ બ્રહ્મભટ્ટ દ્રારા રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખના શરતોને આધીન આગોતરા જામીન મંજુર કરેલ છે. આ કામમાં ભરતભાઇ બી. લાખાણી, એમ.જી. શીંગરખીયા, નિલેશ જોશી તથા પંકજ પરમાર રોકાયેલા હતા.

print

Comments

comments

VOTING POLL