લાંબા ગામે કટલેરીની દુકાનમાં આગ

February 13, 2018 at 1:43 pm


કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામે ગત મોડી રાત્રી બાદ કોઇ કારણસર ગામના પોસ વિસ્તારમાં આવેલ મોમાઇ નોવેલ્ટીઝ નામની કટલેરીની દકુાનમાં આગ લાગતા દુકાનની અંદર રહેલ કટલેરી હોઝીયરી સહિતનો માલ સામાન બળીને ખાખ થતા ભારે નુકશાની થવા પામી છે. જાણવા મળ્યા પ્રમાણે આ દુકાન લાંબા ગામના પ્રજાપતી રસીકભાઇ છગનભાઇ ઘોકીયાની હોય અને આગના બનાવની જાણ થતા તેઆે તથા ગ્રામજનોએ આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસને જાણ કરી છે. અને પોલીસે બનાવ કઇ રીતે બનવા પામ્યો સહિતની જીણવટભરી તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL