લાંબા સમય બાદ બોલીવુડનો આ એક્ટર જોવા મળશે ગુજરાતી ફિલ્મના લીડ રોલમાં.

January 10, 2019 at 2:54 pm


છેલ્લા થોડા સમયથી બોલીવુડની સાથે સાથે ઢોલીવુડના રંગે પણ લોકો રંગાઈ રહ્યા છે, એટલે કે બૉલીવુડની સાથે સાથે હવે ગુજરાતી ફિલ્મોમાં પણ સુપરસ્ટાર એક્ટરો ભૂમિકા નિભાવવા જોવા મળી રહ્યા છે. આ કડીમાં હવે ગુજરાતી ફિલ્મોથી બૉલીવુડ સુધી પહોંચેલો એક્ટર કિરણ કુમાર પણ જોડાઇ ગયો છે. કિરણ કુમાર પોતાની અપકમિંગ ગુજરાતી ફિલ્મમાં લીડ રૉલમાં જોવા મળશે.જાણવા મળેલ માહિતી પ્રમાણે, 18, જાન્યુઆરી, 2019ના રોજ કિરણ કુમાર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘હવે થશે…બાપ રે…’ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મનુ વિષય-વસ્તુ પારિવારિક છે. સમગ્ર ફિલ્મ એક પરિવાર પર અને તેના વ્યવહારો પર આધારિત છે. ‘હવે થશે…બાપ રે…’ ફિલ્મના ડાયરેક્ટર નીરવ બારોટ છે.

         આ ફિલ્મમાં સુપરસ્ટાર એક્ટર કિરણ કુમાર ‘કેકે’નું પાત્ર ભજવી રહ્યા છે. આ ઉપરાંત અભિનેત્રી કુમકુમ દાસ કે જે ‘કેકે’ની પત્ની અને અભિનેત્રી ક્રિના શાહ ફિલ્મમાં ‘કેકે’ની વહુ આરતીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું શુટિંગ અંદાજે 25 થી 8 દિવસ ચાલ્યું હતું તેમજ અમદાવાદ અને આબુની રમણીય જગ્યાઓમાં ઉનાળા દરમિયાન આ ફિલ્મનું શુટિંગ કરાયું ત્યારે આ ફિલ્મ બોક્સઓફિસ પર કેવી ધમાલ મચાવશે તે તો આવનાર સમય જ કહેશે

print

Comments

comments

VOTING POLL