લાઈફકેર હોસ્પિટલમાં સરકારી દવાના જથ્થા અંગે તબીબના પિતાની ધરપકડ

January 11, 2019 at 3:42 pm


રાજકોટના કુવાડવા રોડ પર આવેલી લાઈફકેર હોસ્પિટલમાં પોલીસે તપાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દદ}આેને અપાતી સરકારી દવાઆેનો જથ્થાે મળી આવ્યા બાદ પોલીસમાં આ અંગે અલગથી ગુનો નાેંધાયો હોય. ગઈકાલે પોલીસે કહેવાતા તબીબ શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણીની પણ ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં કેટલાંક મુદ્દાઆે ચાેંકાવનારા બહાર આવ્યા છે જેમાં સ્વાઈન ફલૂ સામે રક્ષણ મેળવવા માત્ર સિવિલ હોસ્પિટલમાં જ વિનામૂલ્યે અપાતી માેંઘી દવા ટેમીફલૂનો જથ્થાે પણ લાઈફકેર હોસ્પિટલમાંથી મળી આવ્યો છે. આ દવાઆેના બેંચ નંબરના આધારે વર્ષ 2015-16ની વચ્ચે હેમંત રાજાણીએ આ માેંઘી દવા તફડાવી લીધાનું બહાર આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે અને આ પ્રકરણમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીને મદદગારી કે સંડોવણી હોવાની શંકાએ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
હોસ્પિટલમાંથી ગૂમ થયેલા મયુર મોરી મળી આવ્યા બાદ તેની પૂછપરછ કરતાં શ્યામ રાજાણી ગેરકાયદેસર ગર્ભપાત કરાવતો હોવાનું ખુલ્યું છે. સાથેસાથે આ ગોરખ ધંધામાં શ્યામ સામેના પુરાવા મયુર પાસે હોય જેથી તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યાનું પોલીસમાં ખુલ્યું છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં હજુ પણ નવા ખુલાશા થશે.

print

Comments

comments

VOTING POLL