લાલપુરના સેતાલુસની ગ્રામ પંચાયત સુપરસીડ થવાના ભણકારા

January 11, 2019 at 1:15 pm


લાલપુર તાલુકાના સેતાલુસ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં અધ્યક્ષસ્થાનેથી અંદાજપત્ર રજૂ કરવામાં આવતા ઉપિસ્થત સભ્યોમાંથી ચાર સભ્યોએ સહમતિ દશાર્વી હતી, ત્યારે પાંચ સભ્યોએ અસહમતિ દશાર્વતા આ અંગે ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને જો વિકાસ કમિશ્નર દ્વારા તક આપવામાં નહી આવે તો સેતાલુસ ગ્રામ પંચાયત સુપરશીડ થવાની સંભાવના દશાર્વવામાં આવી રહી છે. સેતાલુસ ગ્રામ પંચાયતની સામાન્ય સભા ગત તા. 7 ના રોજ મળી હતી, જેમાં કુલ નવ સભ્યો ઉપિસ્થત રહ્યા હતા, આ બેઠકમાં મુદ્દા નં. છ અન્વયે ર019-20 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં હેડ વાઇસ આવક-ખર્ચનું વાંચન કરવામાં આવ્યું હતું, વર્ષ દરમ્યાન 1ર4300 ની આવક તથા રૂા. 1374પ0 નો ખર્ચ દશાર્વવામાં આવ્યો હતો, વર્ષની શરૂઆતની સિલક રૂા. રરપ700 અને વર્ષની આખરની સિલક ર1રપપ0 રહેવાનો અંદાજ દશાર્વાયો હતો.

આ બેઠકમાં અંદાજપત્ર વંચાણે લેવાયા બાદ આ અંગે ચર્ચાઆે કરવામાં આવી હતી, જેમાં સહમત અને અસહમત સભ્યોની સહીઆે મેળવવામાં આવી હતી, જેમાં અંદાજપત્ર અંગે ચાર સભ્યોએ સહમતી આપી હતી, જેમાં સરપંચ અમીબેન હીરાભાઇ ગોલતર, મંજુબેન બીજલભાઇ ગોલતર, સોનલબેન રાજેશભાઇ મકવાણા અને શરાફતમીયા ઝલાલમીંયા બુખારીએ સહમતિ દશાર્વી હતી, જ્યારે અસહમતિ દશાર્વનાર સભ્યોમાં સમીરા મીણસારીયા, લક્ષ્મીબેન પ્રફºંભાઇ, કમીબેન કાનજીભાઇ, બીજલભાઇ ગાગાભાઇ ડુંગા અને ભુરાભાઇ પબાભાઇ ડુંગાનો સમાવેશ થાય છે. આથી સેતાલુસ ગ્રામ પંચાયત દ્વારા આ અંગે વિકાસ કમિશ્નર સમક્ષ આ બેઠકનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જો વિકાસ કમિશ્નર દ્વારા વર્તમાન શાસકોને તક આપવામાં નહી આવે તો અંદાજપત્ર મંજુર કરવામાં સરપંચ નિષ્ફળ નીવડéા હોવાના તારણ સાથે સેતાલુસ ગ્રામ પંચાયત સુપરશીડ થવાની સંભાવના દશાર્વવામાં આવી રહી છે, આથી આગામી દિવસોમાં સેતાલુસ ગ્રામ પંચાયતમાં નવા જુની થવાના અેંધાણ વતાર્તા સમગ્ર પંથકમાં આ મુદ્દાે ભારે ચર્ચાસ્પદ બન્યાે છે.

print

Comments

comments

VOTING POLL