લાલપુરમાં ભારતમાતાની પ્રતિમા અંગે રિલાયન્સ કંપનીને રજુઆત

August 21, 2018 at 11:19 am


લાલપુર ગ્રા.પં.ને રિલાયન્સ કંપનીએ રૂપિયા પચાસ લાખની જે ગ્રાન્ટ ઉમદા કાર્ય કરવા માટે ફાળવવામાં આવેલ છે તે ગ્રાન્ટ પ્રજાની સુખાકારી માટે આપના દ્વારા આપવામાં આવતી હોય અને ઉમદા હેતુથી જ આવા ફાળાના દાન આપવામાં આવતા હોય છે છતાં પણ કયારેક પ્રજાના પ્રશ્નો આપની નજરમાં ન આવતાં હોય ત્યારે આપના દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો કોઇ હેતુ શરતો ન હોય તેવું હાલમાં લાલપુર ગ્રામ પંચાયત દ્વારા ભારત માતાની મુતિર્ મુકવા માટેની જે કાર્યવાહી થઇ રહેલ છે તે ગામને લાભ થવાને બદલે નુકશાનકારક વધારે છે, કારણ કે આજુબાજુના વેપારીઆેના ધંધા રોજગાર ઉંચી દિવાલો બનવાના કારણે ઠપ્પ થઇ ગયેલ છે, અને નાના રોજગાર ધંધા વાળાની હાલત કફોડી થયેલ હોય અને હાલમાં વારંવાર આ અંે રજુઆતો થતી હોય તો આ અંગે લાલપુરના એક જાગૃત નાગરીક તરીકે એક સુચન છે. હાલમાં જે લાલપુર શાક માર્કેટ ચોક ખુલ્લાે થઇ ગયેલ હોય જેથી આમ જનતાને ગામડેથી આવતી વ્યકિતઆેને તથા તેમની સાથે નાના બાળકોને બેસવા માટે હાલમાં કયાંય પણ આશરો રહેલો ન હોય, પહેલા ત્યાં કેબીનો તથા છાપરા હતા તેથી ગામડાની પ્રજાને કયારેય પણ વરસાદ કે ઉનાળાના ધોમધકતા તાપની તકલીફ પડેલ ન હતી, પરંતુ જો આ ભારત માતાની મૂતિર્ મુકી ત્યાંથી જે કેબીનો તથા રેકડીઆે હટાવવામાં આવેલ છે, તેથી ગામડાની જનતાને જે આશરો મળતો હતો તે બંધ થઇ ગયેલ હોય, તો આપને અપીલ કરવામાં આવે છે કે માનવતાની દ્રિષ્ટએ જો આપણે કોઇ એવા કરવા માંગતા હોય તો આ નિર્ણય તાત્કાલીક બદલી અને હજુ પણ ગામની સુખાકારી માટે ફેરફાર કરી તેનો અમલ કરવામાં આવશે તો આ તાલુકાની પ્રજા આપની આજીવન ઋણી રહેશે તેમ મનસુખ પરસોતમભાઇ ફળદુએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે.

લાલપુર ગ્રામ પંચાયતના સદસ્યનું રાજીનામુ સ્વીકારાયું

લાલપુર તાલુકા પંચાયતના વોર્ડ નં.18ના સદસ્ય રામલાલ કારાભાઇ વરાણીયાએ તાજેતરમાં જ સરપંચને પોતાનું સ્વૈિચ્છક રાજીનામાનો પત્ર પાઠવવામાં આવ્યો હતો, આ રાજીનામાના પત્ર અંગે તંત્ર દ્વારા ખરાઇ કરાયાં બાદ સદસ્ય રામલાલ વરાણીયાનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL