લાલ કિલ્લા પર આ વખતે વડાપ્રધાન મોદીની રક્ષા કરશે મહિલા કમાંડો

August 10, 2018 at 10:38 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશ ખડતલ પુરૂષ કમાંડોથી ઘેરાયેલા જોયા હશે. દેશ હોય કે વિદેશની ધરતી, હંમેશા આ સ્ફૂર્તિલા કમાંડો જ તેમની રક્ષા કરતા હોય છે. પરંતુ આ ખવતે મહિલા કમાંડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળશે.
આ વખતે 15મી ઓગષ્ટના દિવસે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યાં હશે ત્યારે તેમની સુરક્ષા એસપીજી અને લોકલ પોલિસ અને દિલ્હી પોલીસની વુમન સ્વોટ કમાંડો ટીમ પણ તૈનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસની આ કમાંડો ટીમ દેશના કોઈ પણ રાજ્ય પોલીસમાં આ પહોલી ટીમ છે.
આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ આ સ્પેશિયલ વુમન કમાંડોને દિલ્હીની જનતાની સુરક્ષામાં તૈનાત કરશે. પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકની દેખરેખમાં બનાવવામાં આવેલા આ વિશેષ દળમાં 36 વુમન કોન્સ્ટેબલને 15 મહિના ટ્રેનિંગ આપવામાં આવી છે. સામાન્ય રીતે કમાંડો ટ્રેનિંગ 12 મહિનાની હોય છે. આ દળ પુરૂષ કમાંડો કરતા પણ વધારે તાલિમબદ્ધ છે. તેમને એનએસજીની કમાંડો ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.
આ મહિલા કમાંડોમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસમાં ભરતી થયેલી દેશભરની મહિલા કોન્સ્ટેબલમાંથી અસમમાંથી 13, મણિપુરમાંથી 5, અરૂણાચલ પ્રદેશમાંથી 5, સિક્કીમમાંથી 5, મેઘાલયમાંથી 4, નાગાલેન્ડમાંથી 2 અને મિઝોરમ અને ત્રિપુરામાંથે 1-1 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. હાલ તેમને રાજપથ અને વિજય ચોક પર તૈનાત કરવામાં આવશે. તેમની ટ્ટ્રેનિંગ પીટીસી ઝાડૌફા કલાં અને માનેસરમાં થઈ છે.
આ મહિલા કમાંડો બખ્તરબંધ ગાડીઓમાં તૈનાત રહેશે. આ ગાડીને પ્ન વુમન કલાંડો જ ચલાવશે. તમામ કમાંડો બોમ્બ નિષ્ક્રિય કરવામાં પણ સક્ષમ છે. તેમને દિલ્હી પોલીસના પરાક્રમ દળની જ કમાંડોથી અનેક રીતે તાલિમબદ્ધ કરવામાં આવી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, વર્તમાનમાં દેશના કોઈ પણ રાજ્ય પોલીસ પાસે આ કક્ષાની મહિલા કમાંડો ટીમ નથી.

print

Comments

comments

VOTING POLL