લાવો હિસાબ, વોર્ડમાં તમે શું કામગીરી કરી છે ? વોર્ડ આેફિસરોની રિવ્યુ બેઠક બોલાવતાં સ્ટે.ચેરમેન

July 12, 2018 at 3:11 pm


રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સ્ટેન્ડિ»ગ કમિટી રૂમમાં આજે સાંજે 4 કલાકે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને અને ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનરોની ઉપસ્થિતિમાં કુલ 18 વોર્ડના તમામ વોર્ડ આેફિસરોની બેઠક બોલાવવામાં આવી હતી. ખાસ કરીને વોર્ડ આેફિસરો તેમને સાેંપાયેલી કામગીરી કરવાના બદલે બેસી રહેતા હોવાની વ્યાપક ફરિયાદો મળતાં આજે સ્ટેન્ડિ»ગ ચેરમેન રિવ્યુ બેઠક બોલાવી વોર્ડ આેફિસરો પાસેથી તેમણે કરેલી કામગીરીનો હિસાબ માગ્યો હતો.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, વોર્ડ આેફિસમાં વોર્ડ આેફિસરોની નિમણૂક કરવાનો મુળભુત અને મુખ્ય હેતુ વોર્ડ લેવલની ફરિયાદો અને કામો માટે નાગરિકોને સિવિક સેન્ટર, ઝોનલ કચેરી કે મુખ્ય કચેરી સુધી આવવું ન પડે તે હતો પરંતુ વોર્ડ આેફિસરોની નિમણૂક બાદ પણ નાગરિકોના મુખ્ય કચેરી સુધી ધક્કા યથાવત રહેતાં રૂા.40થી 50 હજારનો માસિક પગાર મેળવતાં વોર્ડ આેફિસરોનો આજે ઉધડો લેવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL