લિકર કિંગ વિજય માલ્યાની 6 મહિનામાં બીજીવાર લંડનમાં ધરપકડ: મળ્યાં જામીન

October 3, 2017 at 6:10 pm


લિકર કિંગ વિજય માલ્યાની લંડનમાં મની લોન્ડ્રિંગના કેસ મામલે ધરપકડ કરાઈ છે. જો કે થોડી જ વારમાં તેમની જામીન પણ થઇ ગઈ છે. ભાગેડું વિજય માલ્યા પર બેંકોના 9000 કરોડ રૂપિયાથી વધુ દેવું હતું. ભારત સરકાર માલ્યાને ભારતમાં પરત લાવવાના પ્રયાસોમાં લાગી હતી. તેના માટે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી. હકીકતમાં ઈડી અને સીબીઆઈની એક ટીમ થોડા મહિના પહેલા જ લંડન પહોંચી હતી અને ત્યાંની અદાતમાં માલ્યાની વિરુદ્ધમાં સબૂત રજૂ કરવામાં આવ્યા હતા. લંડન કોર્ટે ઈડીના સબૂતોને માન્યા હતા, જેના બાદ માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી.

માલ્યાને આ પહેલા આ વર્ષે એપ્રિલમાં પણ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી, પંરતુ થોડા કલાકોમાં જ તેને કોર્ટમાંથી જામીન મળી ગઈ હતી. મે મહિનામાં સીબીઈ અને ઈડીની 4 સદસ્યોની ટીમ બ્રિટન પહોંચી હતી અને અધિકારીઓને માલ્યાની વિરુદ્ધ રૂપિયા ચૂકવવામાં અસફળ રહેવાના મામલે બારીકાઈથી જાણકારી આપી હતી.

ભારતીય બેંકોને 9000 કરોડ આપવામાં અસફળ રહેલા માલ્યા દેશ છોડીને લાંબા સમયથી લંડનમાં રહે છે. માલ્યા પર બીજા ગંભીર ફાઈનાન્શિયલ આરોપ પણ લાગેલા છે. કિંગફિશર એરલાઈન્સ પર અદાજે 9000 કરોડ રૂપિયાનું દેવુ છે. આ દેવુ એસબીઆઈની આગેવાનીવાળા 17 બેંકોના ગ્રૂપે આપ્યું હતું. સીબીઆઈએ તેની વિરુદ્ધ બે કેસ ફાઈલ કર્યાં છે. એક તો આઈડીબીઆઈ બેંક સાથે જોડાયેલો છે, જ્યારે કે બીજો ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીવાળા ગ્રૂપની ફરિયાદને આધારે ફાઈલ કરાયો છે.

print

Comments

comments

VOTING POLL