લિફ્ટમાં શા માટે હોય છે અરીસો ? જાણો મુખ્ય કારણ

July 27, 2018 at 6:48 pm


ઓફિસ, ઘર તેમજ અન્ય સ્થળોએ પણ લિફ્ટ વગર ચાલતું નથી. જેમ જેમ બિલ્ડિંગો ઊંચી થતી જઈ રહી છે તેમ આધુનિક સુવિધાવાળી નવી ટેક્નોલોજીની લિફ્ટ જોવા મળે છે. જોકે, શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પળભરમાં જ નીચેથી ઉપર અને ઉપરથી નીચે પહોંચાડતી લિફ્ટમાં અરીસો શા માટે રાખવામાં આવે છે? હકીકતમાં આમ કરવા પાછળનું એક ખાસ કારણ છે.
એન્જિનિયર્સ અને લિફ્ટ બનાવનાર કંપ્નીઓએ ખૂબ સમજી વિચારીને આવી ડિઝાઈન તૈયાર કરી છે. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરુઆત થઈ તે દરમિયાન ઉંચી ઈમારતોનું નિમર્ણિ થવાનું શરુ થયું હતું. જેમ જેમ બિલ્ડિંગો ઊંચી થતી ગઈ તેમ લિફ્ટની જરુરિયાત ઉભી થઈ હતી. જોકે, જ્યારે લોકો લિફ્ટમાં જતાં ત્યારે તેઓ એવું અનુભવતા હતાં કે તેમનો સમય બરબાદ થઈ રહ્યો છે. ઉપરાંત સમય પણ બગડવાનો વિચાર થતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લોકોનું ધ્યાન અન્ય સ્થાને ડાઈવર્ટ કરવા માટે લિફ્ટમાં અરીસો મુકવાનો વિચાર કરવામાં આવ્યો.
લિફ્ટમાં અરીસો લગાવવાનો ઉપાય સફળ પણ સાબિત થયો. અરીસાના કારણે લોકો પોતાને જોવામાં જ રચ્યાપચ્યા રહેવા લાગ્યા. તેમનું ધ્યાન બીજે ભટકવાનું બંધ થઈ ગયું. ત્યારપછી લિફ્ટમાં અરીસો મુકવાની શરૂઆત થઈ..

print

Comments

comments

VOTING POLL