લીમડા ચોકમાં ઈિમ્પરીયા બિલ્ડિંગના માર્જિન-પાર્કિંગમાંથી અંતે દબાણો દૂર

August 10, 2018 at 3:50 pm


રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.7માં લીમડા ચોક નજીક શાસ્ત્રી મેદાનની સામે આવેલા નવનિમિર્ત ઈિમ્પરીયા બિલ્ડિંગના માર્જિન પાર્કિંગમાં દબાણ હોવાની ખુદ સ્ટેન્ડિ»ગ કમિટી ચેરમેન ઉદય કાનગડ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ ટાઉન પ્લાનિંગ આેફિસર એમ.ડી.સાગઠિયા સહિતના અધિકારીઆેને સ્થળ પર લઈ જઈને તે દબાણ દેખાડવામાં આવ્યું હતું. દરમિયાન તંત્રવાહકોએ 48 કલાકમાં દબાણ દૂર કરવા બિલ્ડરને તાકિદ કરી હતી અને જો 48 કલાકમાં દબાણ દૂર નહી કરાય તો મહાપાલિકાના બૂલડોઝર આવી ડિમોલિશન કરી જશે તેમ જણાવાયું હતું. દરમિયાન બિલ્ડરે જાતે જ 48 કલાકમાં દબાણ દૂર કરી આજે તંત્રવાહકોને જાણ કરી હોવાનું અધિકારીઆેએ જાહેર કર્યું હતું.

વિશેષમાં આ અંગે ટાઉન પ્લાનિંગ આેફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત બિલ્ડિંગના બિલ્ડર આર.કે.ડેવલપર્સના સવાર્નંદભાઈ સોનવાણી સહિતનાઆેએ માર્જિન પાર્કિંગમાં રહેલું દબાણ દૂર કરાવી આજે મહાપાલિકા તંત્રને જાણ કરી હતી.

print

Comments

comments

VOTING POLL