લેણદારોને જોઈ ભાગવા જતી વેળાએ બારોટ યુવાન વંડી પરથી પટકાયો

January 11, 2019 at 3:31 pm


શહેરના મવડી નજીક ઉદયનગરમાં ફેબ્રીકેશનનું કામ કરતો યુવાન તેની દુકાને હતો ત્યારે બેંકના લેણદારો ઉઘરાણી કરવા આવતા તેને જોઈ ભાગવા જતી વેળાએ દિવાલ પરથી નીચે પટકાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે.
માલવીયાનગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પટેલનગર પાસે મુરલીધર સોસાયટીમાં રહેતો વિજય ભીખુભાઈ બારોટ ઉ.વ.45 નામનો યુવાન ગઈકાલે મવડી ચોકડી નજીક વિશાલ કોમ્પલેક્ષમાં આવેલ તેના રામેશ્વર સ્ટીલ નામની દુકાનમાં ફેબ્રીકેશનનું કામ કરતો હતો ત્યારે વંડી પરથી નીચે પટકાતા તેને સારવાર માટે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા માલવીયાનગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં વિજયે અગાઉ રૂા.40 હજારની લોન લીધી હોય જેના ત્રણ હપ્તા ચડી ગયા હોય ગઈકાલે ઉદયનગર પાસે સાઈટ પર કામ કરતો હતો તે દરમિયાન ઉઘરાણી માટે આવેલા શખસોને જોઈ ભાગવા જતાં આ બનાવ બન્યાે હોવાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL