લે બોલ… પ્રેમિકા માટે બની ગયો ‘ચોર’

March 20, 2017 at 3:11 pm


શહેરના જાગનાથપ્લોટમાંથી બાઈક ચોરી કરનાર શખસને પોલીસે ઝડપી લઈ પુછપરછ કરતા તેણે પ્રેમિકાને પૈસાની જરિયાત હોવાથી બાઈક ચોરી કયર્નિી કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી પ્ર.નગર ઈન્ચાર્જ પીઆઈ એચ.એચ.રાણા, હેડ કોન્સ. પંકજભાઈ દિક્ષિત, સંજયભાઈ દવે, કોન્સ. અજીતસિંહ, અરવિંદભાઈ, જયદીપભાઈ, નરભેરામભાઈ, ઈન્દ્રજીતસિંહ ગોહિલ, કેતનભાઈ પટેલ, મેભા ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પ્રશાંત જમનભાઈ જોગીયા ઉ.વ.19 રે.જાગનાથ પ્લોટ જૈન દેરાસરવાળી શેરી હેતલ એપાર્ટમેન્ટવાળાને ચોરાઉ એક્ટિવા સાથે ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ તેની પ્રેમિકાને પૈસાની જરિયાત હોવાથી તેણે 15 દિવસ પહેલા જ તેના એપાર્ટમેન્ટમાંથી અક્ટિવાની ચોરી કયર્નિી કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL