લોકમેળામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

August 12, 2017 at 2:35 pm


રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે યોજાતા વાયબ્રન્ટ લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનો હકમ કર્યો છે. જેમાં ડીસીપી, 3 એસીપી, પાંચ પીઆઈ, 31 પીએસઆઈ, મહિલા પોલીસ, હોમગાર્ડ, એસઆરપીની બે કંપ્ની તેમજ ટ્રાફીક વોર્ડનને તૈનાત રખાયો છે.
દરમિયાન લોકમેળા બહાર ટ્રાફીક વ્યવસ્થા જાળવવા માટે પણ ટ્રાફીક એસીપી, બે પીઆઈ, 3 પીએસઆઈ, હોમગાર્ડ, ટ્રાફીક વોર્ડન સહિત 750 જેટલો સ્ટાફ ખડેપગે રહેવાનો હકમ કર્યો છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્ષ મેદાનમાં યોજાયેલા વાયબ્રન્ટ લોકમેળામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

લોકમેળાના બંદોબસ્ત દરમિયાન યુવતીઓની છેડતી તેમજ ગઠીયા ગેંગ, ખીસ્સાકાત, રોમીયો સહિતના શખસો પર વોચ રાખવા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતના સ્ટાફને વોચ રાખવા હકમ કર્યો છે. લોકમેળામાં બંદોબસ્ત માટે એક ડીસીપી, 3 એસીપી, પાંચ પીઆઈ, 31 પીએસઆઈ, 2 મહિલા પીએસઆઈ, 264 પોલીસ કોન્સ્ટેબલ, 75 જમાદાર-એએસઆઈ તેમજ 20 મહિલા કોન્સ્ટેબલ, એસઆરપીની બે ટુકડી, તેમજ બહારથી આવેલા 80 કોન્સ્ટેબલ તૈનાત રખાશે.

ટ્રાફિક વ્યવસ્થા માટે અધિકારી સહિત જવાનો ખડેપગે રહેશે
શહેરમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો આદેશ કર્યો છે. તે ઉપરાંત રેસકોર્ષ લોકમેળા નજીક તેમજ રતનપર, ઈશ્ર્વરીયા, આજીડેમ સહિતના મેળા નજીક ટ્રાફીક વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં ટ્રાફીક એસીપી જે.કે.ઝાલા સહિત બે પીઆઈ, ત્રણ પીએસઆઈ, 200 હોમગાર્ડ, 250 ટ્રાફીક બ્રિગેડ તેમજ એએસઆઈ, જમાદાર, કોન્સ્ટેબલ મળી 135 જેટલા જવાનો ટ્રાફીક વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેશે.

લોકમેળામાં સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે
રેસકોર્ષમાં યોજાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાયબ્રન્ટ લોકમેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે ઉપરાંત કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ગુનેગારો, ગઠીયાઓ, ખીસ્સાકાતઓ અને રોમીયા ઉપર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે.

print

Comments

comments

VOTING POLL