લોકસભા ચૂંટણી માટે કાર્યકરોમાં જોમ અને જુસ્સો ઉમેરતાં મોદી

January 12, 2019 at 10:42 am


લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઆે બાકી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવી કેન્દ્રસ્થાને બિરાજમાન થવા માટે ભાજપ-કાેંગ્રેસ સહિતના પક્ષોએ અત્યારથી જ તાકાત લગાવવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન દિલ્હીમાં ચાલી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યા બાદ આજે અધિવેશનના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધન કરી લોકસભા ચૂંટણી માટે હામ ભરી તૈયાર થઈ જવા હાંકલ કરી હતી.
અમિત શાહે લોકસભા ચૂંટણીને પાણીપતના યુÙ સાથે સરખાવી આ ચૂંટણી ભાજપ માટે અત્યંત મહત્ત્વની હોવાથી દરેક કાર્યકરે તેની તમામ તાકાત કામે લગાડી દેવા અનુરોધ કર્યો હતો તો અન્ય નેતાઆેએ પણ ભાજપ કાર્યકરોમાં જોમ અને જુસ્સાનો સંચાર કર્યો હતો.
દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું કે જેવી રીતે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના પાયાના કાર્યકરથી માંડી દિગ્ગજ નેતાઆે સહિતનાએ ભાજપ માટે કામગીરી કરી બતાવી હતી તેવી જ કામગીરીની અપેક્ષા આ ચૂંટણીમાં પણ પક્ષ દ્વારા રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનના આ સંબોધન બાદ કાર્યકરોએ તેમને તાળીઆેથી વધાવી લીધા હતા. આ સંબોધનમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ભાજપના નેતાઆે અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાનના સંબોધન બાદ રાષ્ટ્રીય અધિવેશનનું સમાપન થશે.

print

Comments

comments

VOTING POLL