લોકસભા ચૂંટણી વહેલી નહી યોજાય

July 25, 2018 at 11:00 am


ભાજપ-કાેંગ્રેસના સહિતના રાજકીય પક્ષો જેની તૈયારીમાં અત્યારથી જ જોતરાઈ ગયા છે તે લોકસભાની ચૂંટણી વહેલી યોજાવાની કોઈ સંભાવના જ દેખાઈ રહી નથી. આ પાછળનું કારણ વીવીપેટની અપૂરતી સંખ્યા છે. ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરી સપ્ટેમ્બર સુધીમાં 16.15 લાખ વીવીપેટ પૂરા પાડવાની ખાતરી આપી હતી પરંતુ અત્યાર સુધી માત્ર 22 ટકા જ વીવીપેટ મળી શકતાં ચૂંટણી વહેલી યોજાઈ શકે તેવી સ્થિતિ જ નથી.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ અખબારમાં પ્રસિÙ અહેવાલ અનુસાર ચૂંટણી પંચે બેલ અને ઈસીલ કંપનીને 16.50 લાખ વીવીપેટનો આેર્ડર આપ્યો હતો અને આ માટે સપ્ટેમ્બર માસ સુધીની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી પરંતુ જૂનના મધ્ય સુધીમાં ફક્ત 22 ટકા એટલે કે 5.80 લાખ જ વીવીપેટ મળી શકતાં ચૂંટણી વહેલી યોજાવા ઉપર પ્રñાર્થ મુકાઈ ગયો છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી માટે 16 લાખ વીવીપેટ મેળવવા માટે હાલ તો ચૂંટણીપંચ સંઘર્ષ કરી રહ્યું છે. અખબારે આ માહિતી આરટીઆઈ હેઠળ મેળવી હોવાનો દાવો કરાયો છે.

2017માં ચૂંટણીપંચે સુપ્રીમમાં સોગંદનામું કર્યું હતું અને વચન આપ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં એક-એક પોલિંગ બુથ ઉપર વીવીપેટ રાખવામાં આવશે પરંતુ આ વચન ધબાય નમઃ થઈ જવા પામ્યું છે. વીવીપેટની ડિલિવરીની સ્થિતિ જોતાં લોકસભા ચૂંટણીના નિશ્ચિત કાર્યક્રમ એટલે કે 2019 સુધીમાં વીવીપેટની ડિલિવરી લગભગ અશક્ય બની જવા પામી હોય તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરની દરેક ચૂંટણીમાં વીવીપેટનો પ્રાયોગિક ઉપયોગ કરાયો હતો અને તે ઘણો સફળ રહ્યાે હતો. આ પહેલાં ઈવીએમની ચૂંટણી યોજવા સામે રાજકીય પક્ષોએ તેમાં ગોલમાલ થઈ રહી હોવાના આક્ષેપો લગાવ્યા હતાં જેથી ચૂંટણીપંચે તમામ પોલિંગ બુથ ઉપર વીવીપેટથી જ મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ લોકસભા ચૂંટણી સમયે 16.50 લાખ વીવીપેટની ડિલિવરી થાય છે કે કેમ તે જોવું રહ્યું.

print

Comments

comments

VOTING POLL