લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવા રજનીકાંત સંમત

July 16, 2018 at 10:54 am


દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા અંગે છેડાયેલી ચચર્િ દરમિયાન અભિનેતામાંથી રાજનેતા બનેલા સુપરસ્ટાર રજનીકાંતે એક દેશ, એક ચૂંટણીની માગણીને સમર્થન આપ્યું છે. આગામી તામિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાનું એલાન કરનારા રજનીકાંતે રવિવારે કહ્યું હતું કે તેઓ એક દેશ, એક ચૂંટણીની વાતને સમર્થન આપે છે કેમકે તેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.
આ અગાઉ દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજવા અંગે ભાજપ્ને સમાજવાદી પાર્ટી (સપા), જેડીયુ અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)નો સાથ મળ્યો છે. જ્યારે ડીએમકેએ આ વાતને બંધારણના બુનિયાદી સિદ્ધાંતોથી વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે.
વાસ્તવમાં, ગત દિવસોમાં કેન્દ્રીય કાયદા પંચે બે દિવસની બેઠક આયોજિત કરી હતી. તેમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્યોની માન્યતાપ્રાપ્ત પાર્ટીઓનાં પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે.
તેમાં એક સાથે ચૂંટણી યોજવા અંગે તેમનું શું મંતવ્ય છે એ પૂછવામાં આવ્યું હતું. પંચમાં સપાનો પક્ષ રાખ્યા પછી રામગોપાલ યાદવે કહ્યું હતું, સમાજવાદી પાર્ટી એક સાથે ચૂંટણી યોજવાના પક્ષમાં છે. તે 2019થી જ શરૂ થવું જોઈએ. આ સાથે જો નેતા પાર્ટી બદલે કે હોર્સ ટ્રેડિંગમાં તેની સંડોવણી જોવામાં આવે તે રાજ્યપાલે તેના પર એક સપ્તાહની અંદર એક્શન લેવાનો અધિકાર હોવો જોઈએ.

print

Comments

comments

VOTING POLL