લોકોને લાગે છે કે હું ટી–૨૦ ફોર્મેટને લાયક નથી: ચેતેશ્વરપુજારા

February 23, 2018 at 11:12 am


ભારતીય ટેસ્ટ ટીમના ભરોસાપાત્ર બેટસમેન ચેતેશ્વર પુજારાને આઈપીએલની આ સિઝનમાં પણ કોઈ લેવાલ મળ્યું નથી. પુજારા છેલ્લી ઘણી સિઝનથી આઈપીએલ રમી શકતો નથી. આ અંગે પુજારાએ પોતાનું દર્દ વ્યકત કરતાં કહ્યું કે લોકોને એમ લાગે છે કે હું ટી–૨૦ ક્રિકેટ નથી રમતી શકો અને આ જ કારણથી મને આઈપીએલની કોઈ પણ ટીમમાં જગ્યા નથી મળી શકતી. આ વખતે યારે આખી દુનિયાના ક્રિકેટર આઈપીએલ રમી રહ્યા હશે તે સમયે પુજારા ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હશે.

પુજારાએ કહ્યું કે તેને ટી–૨૦ લીગમાં શા માટે સામેલ કરવામાં નથી આવતો તે પાછળ લોકોના વિચારશૈલી મતલબ કે અવધારણા છે જે તેમાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેણે પોતાના આંકડાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે લિસ્ટ ‘એ’માં ૮૮થી વધુ મેચમાં ૫૮થી વધુની સરેરાશ સાથે તેણે ટી–૨૦ના ૫૮ મેચમાં ૧૦૫.૧૮નો સ્ટ્રાઈક રેઈટ જાહેર કરે છે કે ક્રિકેટના આ ફોર્મેટમાં હું ઘણું કરી શકું તેમ છું. જો કે હું હાર નહીં માનું અને મને ભરોસો છે કે એક દિવસ મને રમવાની જરૂર તક મળશે. કાઉન્ટી ક્રિકેટ અંગે ચેતેશ્વર કહ્યું કે અત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન આ ટૂર્નામેન્ટ ઉપર છે કેમ કે ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે અને આ માટે તૈયારીની યોગ્ય તક છે. ૨૦૧૫માં પણ હું યોર્કશાયર ટીમનો હિસ્સો હતો અને અમે કાઉન્ટી ચેમ્પિયનશીપ જીતી હતી. આ ટીમ ઘણી સારી છે અને તેમાં સારા ક્રિકેટરો છે જેનાથી મને શ્રે ક્રિકેટર બનવા માટે મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે ચેતેશ્વર પુજારાને છેલ્લા ઘણા વર્ષેાથી આઈપીએલની કોઈ ફ્રેન્ચાઈઝી ખરીદી રહી નથી. જો કે આઈપીએલમાં તે ત્રણ ટીમ તરફથી રમી ચૂકયો છે. તે કિંગ્સ ઈલેવન પંજાબ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલમાં રમી ચૂકયો છે. જો કે તેને પ્લેઈંગ ઈલેવનમાં ઓછી તક મળતી હતી. અત્યારે ચેતેશ્વર વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર્ર ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. આ ટૂર્નામેન્ટ બાદ તે કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ રવાના થશે.

પુજારાએ ભારત માટે અત્યાર સુધી કુલ ૫૭ ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં તેણે ૫૦.૫૧ રનની સરેરાશથી કુલ ૪૪૯૬ રન બનાવ્યા છે. તેના નામે ટેસ્ટમાં કુલ ૧૪ સદી છે અને તેનો સર્વશ્રે સ્કોર અણનમ ૨૦૬ રન છે. પુજારાએ ભારત માટે માત્ર ૫ વન–ડે મેચ રમ્યા છે. પુજારાએ ભારત માટષ અત્યાર સુધી એક પણ આંતરરાષ્ટ્ર્રીય ટી–૨૦ મેચ રમ્યો નથી

print

Comments

comments

VOTING POLL