લોધીકાના રાવકી ગામની સીમમાં જુગાર રમતા છ શખસો ઝડપાયા

February 1, 2018 at 1:16 pm


લોધીકા તાલુકાના રાવકી ગામની સીમમાં આવેલ ગોવુભા જાડેજાની વાડી નજીક જાહેરમાં જુગાર રમતા છ શખસોને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 12 હજારની રોકડ, પાંચ વાહનો મળી કુલ રૂા.1.62 લાખની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લોધીકા પોલીસે પેટ્રાેલીગ દરમિયાન જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પ્રÛુમનસિંહ જીતુભા જાડેજા, કૃપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા, જયેશ જેન્તી કોળી, હિતેષ ગીરધર કોળી, અમીત ગીરધર કોળી સહિતનાને ઝડપી લઈ તેની પાસેથી 12,820ની રોકડ તેમજ દોઢ લાખની કિંમતના પાંચ વાહનો મળી 1.62 લાખની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL