લોધીકાના વીરવા ગામની સીમમાં કારખાનામાં જુગાર રમતા 7 શખસો ઝબ્બે

August 29, 2018 at 12:02 pm


રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારના હાટડા બંધ કરાવવાના પોલીસના અભિયાન દરમિયાન લોધીકાના વિરવા ગામની સીમમાં આવેલ કારખાનામાં કારખાનેદારો જુગાર રમતા હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી લોધીકા પોલીસ મથકના પીએસઆઈ વી.બી.ચૌહાણ સહિતના સ્ટાફે વિરવા ગામની સીમમાં આવેલ ગોલ્ડન ઈન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડી 7 કારખાનેદારોને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લઈ તેની પાસેથી 1.06 લાખની રોકડ, બે કાર, 7 મોબાઈલ મળી કુલ રૂા.20 લાખની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લોધીકાના વિરવા ગામની સીમમાં કારખાનામાં જુગારધામ ચાલતો હોવાની ચોકકસ બાતમીના આધારે પીએસઆઈ ગઢવી, ચૌહાણ, એએસઆઈ ગજરાજસિંહ, વિનુભાઈ, ઘનશ્યામસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતો ભાવેશ વિરજી ભુત, પ્રતિક શશીકાંત જાળીયા, નિખીલ મનસુખ પાડલીયા, જીજ્ઞેશ અરવિંદ જસાણી, ભાર્ગવ કાંતી મેતલીયા, મયુર પ્રવિણ ટીલવા અને હિતેષ ચીમન મેછેરીને ઝડપી લઈ તેની પાસેથી રોકડ, બે કાર, 7 મોબાઈલ મળી કુલ 20 લાખની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL