લોન અપાવવાની લાલચે રિક્ષાચાલક સાથે 90 હજારની છેતરપિંડી: ત્રણની ધરપકડ

September 13, 2017 at 3:04 pm


રજપુતપરા મેઈન રોડ પર લોન અપાવવાની લાલચે ચીટર ત્રિપુટીએ રીક્ષા ચાલકના ા.90 હજારની રકમ ઓળવી લીધાની ઘટના સામે આવી હતી. આ કેસમાં પકડાયેલી ત્રિપુટીએ અન્સ 7 લોકોને પણ છેતરી લીધાની આશંકા સામે આવી હતી.
આ કેસમાં 150 ફુટ રીંગરોડ પર બાલાજી હોલ પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતા રીક્ષા ચાલક સલીમ મહમદ શેખ ઉ.વ.47ની ફરિયાદ આધારે એ-ડીવીઝન પોલીસે આરોપી ભાવિન ઉર્ફે રાજ ઉર્ફે અશ્ર્વિન રણજીત વિરાણી ઉ.વ.21, હીરેન કેશુ રાણપરીયા અને ધવલ કિશોર પાટડીયાની ધરપકડ કરી હતી. આ ત્રણેય ઈસમોએ રજપુતપરા મેઈન રોડ પર સંજય કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓમ ફાયનાન્સની ઓફીસ ખોલી હતી. ઉપરાંત અન્ય સ્થળે પણ ભાડાની ઓફિસ શ કરીને અખબારી જાહેરાત મારફતે સુચીત મકાન તેમજ બીપીએલ કાર્ડ પર લોન અપાવવાની લાલચ આપી હતી અને લોન પ્રોસેસના નામે લોકો પાસેથી મેળવેલા કોરા ચેકની મદદથી બારોબાર એમના નાણા ઉપાડી લીધા હતા. આ ટોળકીએ સલીમ શેખને પણ એજ રીતે વિશ્ર્વાસમાં લીધા બાદ તેની પત્નીની લોન એક માસમાં કરાવી આપવાનું વચન આપ્યું હતું.
સલીમની પત્ની બિલ્કીસના એસબીઆઈ એકાઉન્ટનો કોરો ચેક આપ્યો હતો જેના આધારે ચીટર ત્રિપુટીએ તેના ખાતામાંથી ા.90 હજાર ઉપાડી લીધા હતા. આ પ્રકરણની જાણ થતાં એ-ડીવીઝન પોલીસના ઈન્ચાર્જ પીઆઈ કે.એમ.રાવલના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના પીએસઆઈ એ.જી.અંબાસણા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ આગળ વધારી ત્રિપુટીને પકડી પાડી હતી. છેલ્લા છ માસથી કૌભાંડ ચલાવતા ઠગ શખસોએ અત્યાર સુધીમાં છથી સાત લોકોને શીશામાં ઉતાયર્નિું જણાઈ આવતા વધુ વિગતો બહાર લાવવા પાંચ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL