લ્યો હવે ભુજમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પણ બંધ

August 11, 2017 at 10:25 pm


સબંધીત સંસ્થાને ચુકવણું નહી કરતાં સજાૅયેલી પરિસ્થિતિ ઃ તહેવાર ટાંકણે જ રહેવાસીઆેનાં ઘરોમાં કચરા ભરવાનાં ડબલા ખૂટ્યા

ભુજ સુધરાઇ દ્વારા ખાસ કરીને આરટીઆે રિલોકેશન સાઇટ સહિતનાં વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરા કલેક્સન માટે ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતાે પરંતુ આ સંસ્થાને જરૂરી એવી ચુકણું કરવામાં નહીં આવતાં અંતે સંસ્થા દ્વારા કચરા કલેક્શનની કામગીરી બંધ કરી દેવામાં આવતાં રહેવાસીઆેનાં ઘરોમાં કચરાનાં ડબલા છલકાઇ જતાં ગ્રૃહિણીમાં આક્રાેષ ફેલાયેલો જોવા મળી રહ્યાાે છે.

સુધરાઇમાં અત્યારે એક સાંધોને તેર તુટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે, ગટરસંકટ, ચોતરફ કચરાના ઢેર સામે લાચાર બની રહેલી સુધરાઇ વધુ એકવાર લાચાર સ્થિતિમાં જોવા મળી રહી છે. ડોર ટુ ડોર કલેક્સન માટે રાખવામાં આવેલ ખાનગી પાટીૅએ પણ હાથ ઉંચા કરી દેતાં લોકોનાં ઘરના ફળીયામાં પણ કચરાથી છલકતા ડબલાઆે જોવા મળી રહ્યાા છે. ખાસ કરીને આરટીઆે રિલોકેશન સહિતનાં વિસ્તારોમાં છેલ્લા છ દિવસથી ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી બંધ થઇ જવાને કારણે ગ્રૃહિણીઆેમાં કચરાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યાાે છે.

સુધરાઇ દ્વારા ચુકવણા કરવામાં નહીં આવતાં અંતે સંસ્થા દ્વારા રહેવાસીઆે પાસેથી ડોર ટુ ડોર કચરા કલેક્સન માટે માસિક રૂા.50ની માંગ કરી હતી પંરતુ રહેવાસીઆે દ્વારા આવી કોઇ માંગણીને વસ નહીં થતાં સુધરાઇને સત્તાધીશોેને જાણ કરવામાં આવી હતી, તેમના દ્વારા રહેવાસીઆેને આવા કોઇ ચુકવણા નહીં કરવા તાકિદ કરવામાં આવી છે.

આ બાબતે ચેરમેન ધિરેન ઠક્કરનાે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી હાલે બંધ છે, પરંતુ ટુંક સમયમાં જ પુનઃ શરૂ કરી દેવામાં આવશે તેવી ખાત્રી આપી ઉમેર્યું હતું કે, સુધરાઇ દ્વારા સંસ્થાને ડોર ટુ ડોર કામગીરીની રકમ ચુકવતી હોવા છતાં પણ સ્થાનિક રહેવાસીઆે પાસેથી માસિક રકમ વસુલવાનાે પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ ધ્યાને આવ્યું હોય લોકોને પણ આવી રીતે કોઇને પૈસા નહીં આપવાની પણ અંતમાં તેમણે અપિલ કરી હતી.

print

Comments

comments

VOTING POLL