વંભીપુર પોસ્ટ આેફિસ પાસે ગંદકીના ઢગલા ઃ લોકોના આરોગ્ય પર સીધી અસર

August 24, 2018 at 12:55 pm


વંભીપુર શહેર ખાતે આવેલ પોસ્ટ આેફિસ તથા આગણવાડી કેન્દ્ર તેમજ સુપ્રસિધ્ધ રાદવ માતાજીના મંદિર પાસે ના રસ્તા ઉપર ખુબ મોટા ગંદકીના ઢગલાઆે થયા છે.
આ રસ્તાઆે ઉપર જેતે સમયે બનાવેલ પેવર બ્લોક રસ્તાઆે પણ યોગ્ય કરેલ ન હોવા ના કારણે વરસાદી પાણીના ખાડાઆે પણ ભરાતા હોય પાણીના ખાડાઆે અને ગંદકીના ઢગલાઆે વચ્ચે રહેતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે. અને સીધી લોકોના આરોગ્ય ઉપર અસર થઇ રહી છે. છતાં પાલીકા કોઇ યોગ્ય કાર્યવાહી કરતુ નથી. આ પાટીવાડા વિસ્તાર વોર્ડ નંબર-5ના સભ્ય પાલીકાના ઉપપ્રમુખ હોવા છતા પરિસ્થતી ખરાબ હોય અને આ વોર્ડના ચાર નગરસેવકોએ સફાઇના મુદ્દામાં જાગૃતાલાવી યોગ્ય રજુઆત કરી યોગ્ય કરાવવુ જોઇએ તેવી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ ધરમશીભાઇ જે. નાડોલીયાએ માંગ કરેલ છે.

print

Comments

comments

VOTING POLL