વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 પ્રારંભ: વડાપ્રધાને કહ્યું, 2022 સુધીમાં દરેક ગરીબ પાસે પોતાનું ઘર સરકારનું સપનુ

January 10, 2017 at 10:56 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નો ‘જય જય ગરવી ગુજરાત’ના સૂર સાથે ધમાકેદાર પ્રારંભ કરાયો. પંકજ ભટ્ટના સંગીત અને પાર્થિવ ગોહીલના સ્વરમાં ‘જય જય ગરવી ગુજરાત’ ના વંદન ગીત સાથે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી છે. દેશ વિદેશના મહાનુભાવોની ખાસ હાજરી રહી. સમિટનું પ્રારંભિક સંબોધન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કર્યું છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન ‘ભલે પધાર્યા’ કહીને કર્યું છે.

નરેન્દ્ર મોદીનું સંબોધન:
> ‘ભલે પધાર્યા’ કહીને કર્યું મેહમાનોનું સ્વાગત
> તમામ સાહ્યોડી દેશોનો આભારી છું
> છેલ્લી ૩ વાઇબ્રન્ટ સમિટ સફળ રહી છે
> ગુજરાતીઓ વિદેશમાં જ્યાં ગયા ત્યાં ત્યાં મીની ગુજરાત ઉભું કર્યું
> ભારત પર કુદરતના આશીર્વાદ છે
> ગુજરાતમાં રોકાણ માટે 3D નું સૂત્ર – ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ ભારતની તાકાત
> ઈ-ગવર્નન્સ સરળ અને અસરકારક છે
> ભ્રષ્ટાચાર રહિત શાસન આપવા સરકાર કટ્ટીબદ્ધ
> ટ્રેડ શોમાં ૧૦૦થી વધુ કંપનીઓ શામેલ
> સરકારે આર્થિક ક્ષેત્રે લીધા મહત્વના નિર્ણય
> વૈશ્વિક દ્રષ્ટિએ સરકારના પ્રયાસો સફળ
> વિશ્વ બેંકે સરકારની સિદ્ધિઓ બિરદાવી
> ૨ રાજ્યો વચ્ચે વિકાસ માટે સ્પર્ધા કરવી જોઈએ
> ભારત હવે R&D હબ તરીકે ઉભરી રહ્યું છે
> 2022 સુધીમાં દરેક ગરીબ પાસે પોતાનું ઘર એ અમારી સરકારનું સપનુ

વિજય રૂપાણીનું સંબોધન:
> તેમણે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
> ભારતીય અર્થતંત્રમાં વાઇબ્રન્ટ ગુજરાત એ ગર્વની વાત છે.
> વાઇબ્રન્ટથી ગુજરાતનો વિકાસ થાય છે.
> વાઇબ્રન્ટથી ગુજરાતનો સંતુલિત અને સાર્વત્રિક વિકાસ થયો છે.

રતન ટાટાનું સંબોધન:
> જો તમે ગુજરાતમાં રોકાણ નથી કર્યું તો તમે મૂરખ છો.
> ગુજરાત એ દેશનું અતિ વિકસિત રાજ્ય છે.


મુકેશ અંબાણીનું સંબોધન:

> મારુ સદભાગ્ય છે કે હું આ કાર્યક્રમમાં હાજર છું.
> સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમની પહેલ મોદીએ કરી છે.
> મોદી એ સૌથી પેહલા ગુજરાતને વિકસિત કર્યું છે.
> મને ગર્વ છે રિયાલન્સ એક ગુજરાતી કંપની છે
> મારી રિલાયન્સ યાત્રા ગુજરાતથી શરૂ થઇ છે
> પેહલા ગુજરાત અને હવે દેશ બદલાઈ રહ્યો છે.

ગૌતમ અદાણીનું સંબોધન:
> મારૂં મૂળ વતન ગુજરાત છે.
> અદાણી કંપનીની કર્મભૂમિ ગુજરાત છે
> વાઇબ્રન્ટ મોડેલ અન્ય રાજ્યોએ અપનાવ્યું છે
> મુન્દ્રા અને હજીરામાં કરીશું રોકાણ
> 2021માં સોલાર-વિન્ડ ફાર્મમાં કરીશું રોકાણ

12 વિદેશી પાર્ટનર દેશોના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાતની 8મી સમિટ આજથી વિવિધત શરૂ થઇ છે. આ સમિટ ઐતિહાસિક બની રહેવાની સંભાવના છે. અંદાજે 30 લાખ કરોડના એમઓયૂ થવાની આશા છે.

print

Comments

comments

VOTING POLL