વડાપ્રધાનની આજની મુલાકાત સંદર્ભે મોકડિ²લ

August 23, 2018 at 2:45 pm


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ યુનિવસિર્ટીના પદવીદાન સમારોહમાં હાજરી આપનાર છે. જૂનાગઢથી ગાંધીનગર સચિવાલય હેલીપેડના ઉતરાણ બાદ સીધા જ એફ.એલ.યુનિવસિર્ટી જવાના હોવાથી તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કાલે મોડી સાંજ સુધી પોલીસ દ્વારા મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાનની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂંક ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી હતી જેનું સીધુ મોનીટરિ»ગ રાજ્ય પોલીસના વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં પાડોશી જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવે છે. ઉપરાંત એસઆરપીની ટૂકડી-પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાનના પીએસએલ યુનિ ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં થ્રી લેપર સિકયોરિટી સીસ્ટમ ગોઠવવામાં આવી છે એસપીજી દ્વારા છેલ્લા બે દિવસથી સ્થાનિક પોલીસને સાથે રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ થ્રી લેપર સિકયોરિટીના ભાગરૂપે ગાંધીનગરમાં પ્રવેશતા તમામ માર્ગો વાહનોનું સઘન ચેકિંગ, હોટેલોમાં નાઈટ કોમ્બીગ, ફાયર બ્રિગેડ અને સિવિલ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઆે બ્લ્યુ બુક પ્રમાણે ઉભી કરવામાં આવી છે. ગાંધીનગર મ.ન.પા. દ્વારા ઢોર પકડવાની ઝુંબેશની સાથોસાથ રખડતા ઢોરને ડબ્બે પુરવામાં આવી રહ્યા છે. તો સાફસફાઈ ઝુંબેશ રાત-દિવસ ચલાવવામાં આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL