વડાપ્રધાનની સુરક્ષાને લઈને 3 હજાર જવાનાે ખડેપગે તેનાત

May 19, 2017 at 10:40 pm


ભુજ, ભચાઉ, કંડલાના સુધીના સ્થળોએ બાજ નજર ઃ કચ્છ ઉપરાંત અન્ય જિલ્લાની પાેલીસ વ્યવસ્થામાં જોડાઈ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવનાર છે ત્યારે ચુસ્ત પાેલીસ બંદોબસ્ત ગાેઠવવામાં આવ્યો છે. મુખ્ય મથક ભુજથી માંડીને કાર્યક્રમ સ્થળ સુધી પાેલીસ તૈનાત રહેનાર છે.

પૂર્વ કચ્છના પાેલીસે કંડલા, ભચાઉ ખાતેના કાર્યક્રમ અંતગૅત રપ00થી વધુ જવાનાેને તૈનાત કર્યા છે. જેમાં 18 આઈપીએસ, 37 ડીવાયએસપી, 40 પી.આઈ., પીએસઆઈનાે સમાવેશ કરાયો છે. તેવું પાેલીસ વડા ભાવનાબેન પટેલે જણાવેલ હતું. આ ઉપરાંત મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાંથી પાેલીસ ફોસૅ મંગાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા સંકલન સાધીને સંબંધીત જિલ્લાઆેમાંથી પાેલીસ ફોસૅ મંગાવવામાં આવ્યો છે.

આગામી તા. રરમીમેના વડાપ્રધાન ભુજ હવાઈ મથકે ઉતરાણ કરશે. ત્યારબાદ કંડલા રવાના થશે. ભુજ શહેરમાં રર3 પાેલીસ જવાનાે ખડેપગે રહેશે. વડાપ્રધાન સાથે મંત્રીઆે પણ આવી રહ્યાા છે. ત્યારે ભુજના એરપાેર્ટથી ઉમેદભુવન સુધી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવી દેવાઈ છે. 3 ડીવાયએસપી, 4 પી.આઈ., 11 પીએસઆઈ સહિત ર33 જવાનાે જોડાયા હોવાનું પાેલીસ વડા મકરંદ ચૌહાણે જણાવેલ હતું. આજે આ અંગેનું રિહસૅલ પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવી દેવાઈ છે. જાહેર સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન અને હવાઈ મથકે પણ રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી રહી છે. કચ્છ સંવેદનશીલ અને સરહદી જિલ્લાે હોવાથી સુરક્ષામાં કોઈ પણ કચાસ રાખી શકાય નહીં આ અંગે તમામ એજન્સીઆે સંકલનમાં રહીને કામ કરી રહી છે.

print

Comments

comments

VOTING POLL